Last Updated on March 18, 2021 by
ગુજરાત રાજ્યમાં ફરી એક વખત કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. રાજ્યમાં 90 દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા છે. ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે જીમ, સ્પોર્ટસ ક્લબ, બસો પર નિયંત્રણ લાદવામાં આવ્યો છે. સાથએ સાથે આંશકા પણ સેવાઈ રહી છે કે વિકેન્ડ લોકડાઉન આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. હાલ કોરોના વાયરસના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ઘાતક કોરોનાનો કહેર વધ્યો
સુરતમાં ૩૪૫, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪ અને રાજકોટમાં ૧૧૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ૨૪, ભરૃચમાં ૨૧, ભાવનગરમાં ૨૦, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, જૂનાગઢમાં ૧૨, નર્મદામાં ૧૨ અને સાબરકાંઠામાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૯ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.
અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ થયા
અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૩૦ થયો છે. ઉલ્લેખનીય છે કે આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો-મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. નવાં ૧૧૨૨ કેસની સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૨,૭૧,૪૩૩ થયો છે. હાલની પરિસ્થિતે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૫૩૧૦ છે, જે પૈકી ૬૧ દર્દી વેન્ટિલેટર પર અને ૫૨૪૯ દર્દીઓ સ્ટેબલ છે અને રાજ્યનો રિકવરી રેટ ૯૬.૫૪ છે.
ઘણાં દિવસો બાદ તમામ જિલ્લામાં કેસ નોંધાયા
ગુજરાતમાં ઘણાં દિવસો બાદ તમામ ૩૩ જિલ્લાઓમાં કેસ નોંધાયા છે. ડિસેમ્બરની શરૃઆત બાદ રાજ્યમાં એવી પરિસ્થિતિ હતી કે નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં રોજ શૂન્ય કેસ નોંધાતા હતા અને રોજ સાત-આઠ જિલ્લાઓ એવાં રહેતાં જ્યો એકપણ કેસ ન નોંધાયો હોય. આજે ઘણાં દિવસો બાદ તમામ ૩૩ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા છે. કોરોના બેકાબૂ બન્યો છે. રોજના ૧૦ ટકાના વધારા સાથે કેસમાં વધારો થઇ રહ્યો છે. વિતેલા ૨૪કલાક દરમિયાન શહેરમાં કોરોનાના પાંચ દર્દીઓના મોત થયા છે તો ૭૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. રિકવરી રેટ ઘટયો છે . બુધવારે ૪૫ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
ગુજરાતમાં ઘણાં દિવસો બાદ તમામ ૩૩ જિલ્લાઓમાં કેસ નોંધાયા
બુધવારે લાલબાગ વિસ્તારના ૪૮ વર્ષના આધેડ, દાંડિયા બજારના ૫૨ વર્ષના આધેડ, હરણી રોડના ૬૬ વર્ષના વૃધ્ધ અને પ્રતાપનગરના ૭૯ વર્ષના વૃધ્ધ મહિલા મળીને પાંચ દર્દીઓના મોત થયા હતા આ દર્દીઓ કોરોના પોઝિટિવ હતા અને સારવાર હેઠળ હતા. હાલમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મળીને ૧૨૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ગંભીર વાત તો એ છે કે શહેરની ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડ ફુલ છે એટલે દર્દી આર્થિક રીતે સક્ષમ હોવા છતાં વેન્ટિલેટર બેડ મળી નથી રહ્યા. બેડ મેળવવા માટે પણ હવે લોકો રાજકીયા નેતાઓની લાગવગ લગાવી રહ્યા છે.
રાજકીય નેતાઓની લાગવગ લગાવી રહ્યા
બીજી તરફ એસએસજી હોસ્પિટલના એડવાઇઝર ટુ ઓએસડી ડો.મીનુ પટેલે કહ્યું હતું કે અહી ડોક્ટરોની સપ્તાહમાં બે વખત મીટિંગનું આયોજન કરાયુ છે જેથી કોવિડની સમીક્ષા કરી શકાય. કોવિડના કેસોમાં વધારો થઇ રહ્યો છે માટે એસએસજી હોસ્પિટલમાં ડોક્ટર્સ, ઇન્ટર્ન, નર્સિંગ અને ક્લાસ ફોર સ્ટાફમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોવિડ બિલ્ડિંગમાં બીજા, ચોથા અને પાંચમા માળ પણ શરૃ કરવામાં આવ્યા છે અને અહી કોવિડ બેડનો વધારો કરાયો છે. ૨૪ કલાક વીજળી રહે તે માટે ૫૦૦ કે.વી.ના બે અને ૧૨૫ કે.વી.નું એક એમ ત્રણ જનરેટર કાર્યરત કરાયા છે. હાલમાં એસએસજી હોસ્પિટલમાં ૫૬૮ કોવિડ બેડ ઉપલબ્ધ છે. જેમાં ૧૧૮ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.
સુરતમાં કોરોના એક વર્ષ પુર્ણ થવાની ઉજાણી કરતો હોય એ રીતે આજે સિટીમાં આંકડો ૩૦૦ને પાર કર્યો હતો. સિટીમાં ૩૧૫ અને ગ્રામ્યમાં ૩૮ મળી કુલ ૩૫૩ નવા કેસ નોંધાયા છે. ૨૧૦ને રજા મળી છે. જ્યારે એકનું મોત થયુ છે. ગઇકાલે મંગળવારે સિટીમાં ૨૬૩ અને ગ્રામ્યમાં ૨૯ દર્દીઓ નોંધાયા હતા.
સુરતમાં તા-૧૭મી માર્ચ-૨૦૨૦ના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આંક ૩૦૦ને પાર કરી ગયો હતો પરંતુ કેસ ધીમા પડતા ફરી બે આંકડામાં આવી ગયા હતા. ચૂંટણી અને સરકારી તાયફાઓમાં કોરોના ફરી વકરતા આજે એક વર્ષ બાદ આંક ફરી ૩૦૦ને પાર થયો છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં કોરોનાથી ડિંડોલીની ૫૦ વર્ષની મહિલાનું મોત થયુ છે. જો કે તેને ડાયાબિટીઝની પણ બિમારી હતી. સિટીમાં નવા ૩૧૫ કેસ પૈકી સૌથી વધુ અઠવામાં ૮૭, રાંદેરમાં ૫૨,કતારગામમાં ૩૧, સેન્ટ્રલમાં ૨૭ અને વરાછા-એેમાં ૩૧ કેસ છે.
સિટીમાં કુલ કેસ ૪૨,૨૯૪ અને મૃત્યુઆંક ૮૫૪ છે. ગ્રામ્યમાં કુલ કેસ ૧૩,૪૪૭, મૃત્યુઆંક ૨૮૭ છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક ૫૫,૭૪૧ અને મૃત્યુઆંક ૧૧૪૧છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક ૪૧,૧૨૯ અને ગ્રામ્યમાં ૧૨,૯૦૯ મળીને કુલ ૫૪,૦૩૮ થયો છે. સીટીમાં ખાનગી ડોકટર, ફોરેન્સીક ડોક્ટર, વકીલ, દલાલ, પાલ આરટીઓ ઇન્સપેક્ટર, વિદ્યાર્થી, ટેક્સટાઇલ-સાડી-લાકડા-કન્ટ્રકશન-કાપડ વ્યવસાયી સહિત ૨૦થી વધુ વ્યવયાસી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરતમાં રીકવરી રેટ ૯૫ ટકા છે જ્યારે એક્ટિવ કેસનો આંક ૨૩૧ છે.
કોરોનામાં ગંભીરનો દર્દીઓની સંખ્યા પણ વધી
કોરોના કેસ સાથે કોરોનાનાં ગંભીર દર્દીઓનો આંક પણ વધી રહ્યો છે. નવી સિવિલમાં ૪૬ દર્દીઓ પૈકી ૨૨ ગંભીર છે. જેમાં ૧ વેન્ટીલેટર,૫ બાઇપેપ અને૧ ૬ ઓકસીજન પર છે. જ્યારે સ્મીમેરમાં ૧૪ ગંભીર પૈકી ૫ બાઇપેપ અને ૯ ઓક્સિજન પર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31