GSTV
Gujarat Government Advertisement

હવે ટ્રાફિક પોલિસ સાથે ઝઘડો કરવો પડશે ભારે, ગુનાખોરીને અંકુશ રાખવા માટે ગુજરાત પોલીસને મળી ત્રીજી આંખ

Last Updated on March 15, 2021 by

ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવા માટે 50 કરોડ રૂપિયાના ખર્ચે 10000 બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આ વર્ષે 7060 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની શાંતિ અને સલામતી માટે તેમજ પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે ફાળવવામાં આવ્યું છે. પોલીસે શરીર પર લગાવેલા બોડી વોર્ન કેમેરાથી 50થી 60 મિટરની રેન્જમાં સામેની વ્યક્તિની ગતિવિધિ લાઈવ અથવા રેકોર્ડિંગથી કેદકરી લેવામાં આવશે.

બોડી વોર્ન કેમેરાથી 50થી 60 મિટરની રેન્જમાં સામેની વ્યક્તિની ગતિવિધિ લાઈવ અથવા રેકોર્ડિંગથી કેદ

આ કેમેરાથી પોલીસ સાથેના લોકોના ઝઘડા પર અંકુશ આવશે તે સાથે જ પોલીસને ગંભીર ગુનામાં દિશા મળવા ઉપરાંત પુરાવા એકત્ર કરવામાં સરળતા પડશે.” ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બોડી વોર્ન કેમેરાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યા પછી કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત પોલીસને 10000 બોડી વોર્ન કેમેરાથી સજજ કરવામાં આવશે. ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ આધુનિક ટેકનોલોજી અપડેટેડેશનની મદદથી ગુજરાત પોલીસ તંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે.

ગુજરાત પોલીસ તંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે.

ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક બનશે તેમાં આ કેમેરા ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે. આ કેમેરાથી ટ્રાફિક નિયમન, કાયદો- વ્યવસૃથા, વીવીઆઈપી સુરક્ષા સહિતના આયોજનો વધુ મજબૂત બનાવી શકાશે. પોલીસ હેલમેટ, યુનિફોર્મ કે અન્ય પહેરવેશ પર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી શકશે. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સૃથળો, સ્ટેચ્યુ ઓફ યુનિટીને 7000થી વધુ કેમેરાથી સજજ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં આધુનિકીકરણના ભાગરૂપે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં પોલીસ તંત્રને ડિજિટાઈઝેશનલ માટે પોકેટ કોપ મહત્વનું સ્થાન ભજવે છે.

પોલીસ તંત્રને ડિજિટાઈઝેશનલ માટે પોકેટ કોપ મહત્વનું સ્થાન ભજવે છે

પોલીસ સેવાનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. વર્ષ 2017થી 2020 સુધીમાં લોકરક્ષકથી માંડી પી.આઈ. સુધીના સંવર્ગમાં 30419 યુવાનોની ભરતી કરી છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં કાયદ-વ્યવસૃથા માટે રૂપિયા 7960 કરોડની ફાળવણી કરી છે. 

પોલીસ

ગુજરાત સરકારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટ અમલી બનાવ્યો છે અને ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટીસોશિયલ એક્ટિવિટી (પ્રિવેન્શન)એક્ટ રાષ્ટ્ર સમક્ષ મંજુરી માટે મોકલ્યો છે. બોડી વોર્ન કેમેરાને ડેમોન્સ્ટ્રેશન પ્રસંગે ગૃહ સચિવ નિપૂણા તોરવણે, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, કાયદો-વ્યવસૃથા અને પોલીસ મોર્ડનાઈઝેશનના એડીશનલ ડીજીપી નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ હાજર  રહ્યાં હતાં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33