GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં સર્વત્ર કેસરીયો લહેરાયો / ગ્રામીણ મતદારોએ મોંઘવારી સ્વીકારી, બેકારી ન નડી: કોંગ્રેસનું અચ્યુતમ્ કેશવમ્

Last Updated on March 3, 2021 by

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો છે.વિધાનસભાની પેટાચૂંટણી,મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ કર્યો છે.ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે. શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી હતી. ભાજપે તાલુકા પંચાયતમાં 3236,જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો હાંસલ કરી હતી.  મહત્વની વાત તો એછેકે, મહાનગરપાલિકા બાદ આમ આદમી પાર્ટીએ પંચાયતોની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. આ ઉપરાંત ઔવેસી-બસપાએ પણ પાલિકા-પંચાયતોમાં પ્રવેશ કર્યો છે. ટૂંકમાં ગ્રામિણ મતદારોએ નાના રાજકીય પક્ષોને ય આવકાર્યા છે જે ભાજપ માટે લાલ બત્તી સમાન છે. 

ગ્રામિણ મતદારોએ નાના રાજકીય પક્ષોને ય આવકાર્યા છે જે ભાજપ માટે લાલ બત્તી સમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ટ્વિટ કરી વિજયને વધાવ્યો હતો જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કમલમ્માં જણાવ્યું હતું કે કોંગ્રેસને મતદારોએ વિપક્ષના લાયક પણ સમજી નથી. શહેરોમાં ઓછા મતદાન બાદ ભાજપે તરત જ ચૂંટણી સ્ટ્રેેટેજી બદલી  હતી. ખેડૂત આંદોલની અસર થવાની ભિતીને પગલે ભાજપે ગ્રામિણ મતદારો સમક્ષ પણ લવ જેહાદ,રામમંદિર, 370મી કલમ સહિતના મુદ્દાઓ મૂકીને મત માંગ્યા હતાં.જેમાં ભાજપને સફળતા મળી હતી. પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં જાણે બેકારી ભૂલાઇ હતી.

લવ જેહાદ,રામમંદિર, 370મી કલમ સહિતના મુદ્દાઓ મૂકીને મત માંગ્યા

ગ્રામિણ મતદારોએ મોંઘવારીને સ્વિકારી લીધી હતી.ખેડૂતોએ કૃષિ બિલને આવકાર આપ્યો હતો જેથી ખેડૂત આંદોલનની  ચૂંટણી પર કોઇ અસર વર્તાઇ ન હતી. ગ્રામિણ મતદારો તમામ સમસ્યા ભૂલીને ભાજપને પડખે રહ્યાં હતાં જેના કારણે વર્ષ 2015ની સરખામણીમાં ભાજપે 1378 બેઠકો  વધુ મળી હતી. ભાજપે ગ્રામિણ વિસ્તારોમાં ખેડૂતલક્ષી સહિત અન્ય યોજનાનો ભરપૂર પ્રચાર કર્યો હતો જે કામે લાગ્યો હતો. 

પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં જાણે બેકારી ભૂલાઇ

અત્યાર સુધી ભાજપ શહેરોની પાર્ટી હતી તેવુ માનવામાં આવી રહ્યુ હતું પણ પાલિકા-પંચાયતોના પરિણામોએ આ ભ્રમ ભાંગી નાંખ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીદારો ભાજપના પડખે રહ્યા હતાં.સુરતના અંબોલીમાં આપે જીત મેળવી હતી. જેથી સી.આર.પાટીલના ગઢમાં ફરી આપે ગાબડુ પાડયુ હતું. રાજકોટ ઉપરાંત મોદીના હોમટાઉન વડનગરમાં ય આપે એન્ટ્રી કરી હતી. આ તરફ, કોંગ્રેસને તાલુકા પંચાયતમાં 1201,જિલ્લા પંચાયતમાં 164 અને નગરપાલિકામાં 375 બેઠકો મળી હતી. વર્ષ 2015 કરતાં આ વખતે કોંગ્રેસનો ખુબ જ નબળો દેખાવ રહ્યો હતો.

2015 કરતાં આ વખતે કોંગ્રેસનો ખુબ જ નબળો દેખાવ

મહત્વની વાત તો એકે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પોતાના મત વિસ્તારમાં પાલિકા-તાલુકા- જિલ્લા પંચાયતને બચાવી શક્યા ન હતાં. એટલું જ નહીં,કોંગ્રેસના નેતાઓ પોતાના પુત્ર,સગાઓને ટિકિટ તો અપાવી શક્યા પણ ચૂંટણી જીતાડી શક્યા નહીં. મહાનગરપાલિકામાં કારમો પરાજય થયા બાદ કોંગ્રેસે જાણે અગાઉથી હાર માની લીધી હોય તેમ ગામડાઓમાં આક્રમક પ્રચાર જ કર્યો ન હતો. 

આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં સારો દેખાવ કર્યો

આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં સારો દેખાવ કર્યો હતો ત્યારબાદ પંચાયતોમાં ય આપે સારો દેખાવ કર્યો હતો. આપે તાલુકા પંચાયતમાં 31,જિલ્લા પંચાયતમાં 2 અને નગરપાલિકામાં 9 બેઠકો એમ કુલ મળીને 42 બેઠકો પર  વિજય મેળવ્યો હતો. આપે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે.પંચાયતોમાં સારો દેખાવ કરતાં આપે રાજકીય પંડિતોને ય ચોંકાવી દીધા હતાં. ભાજપ-કોંગ્રેસથી નારાજ મતદારો હવે આપ પર પસંદગી ઢોળી રહ્યા છે જેથી આપને આવકાર મળી રહ્યો છે. મોડાસા-ગોધરામાં ય ઔવેસીના પક્ષની એન્ટ્રી થઇ હતી.

AAP

મોડાસા-ગોધરામાં ય ઔવેસીના પક્ષની એન્ટ્રી થઇ

તાલુકા-જિલ્લા પંચાયતમાં 6 બેઠકો પર બસપાના ઉમેદવારો વિજયી બન્યા હતાં. અત્યાર સુધી એવુ હતું કે, ગુજરાતમાં ત્રીજા મોરચાને સૃથાન નથી પણ નાના રાજકીય પક્ષોને મતદારોએ આવકાર આપ્યો છે તે જોતાં બાજપ માટે જોખમ સર્જાયુ છે.  કોગ્રેસના સૂપડાસાફ થઇ જતાં હવે આ પક્ષ માટે ગુજરાતમાં અસ્તિત્વનો સવાલ સર્જાયો છે.

પાલિકા-પંચાયતોમાં પરિણામ આવતાં કમલમમાં ભાજપના નેતા-કાર્યકરોએ ગુલાલ ઉડાડી જીતનો જશ્ન મનાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ મોં મીઠા કરી જીતને આવકારી હતી. આ તરફ,પ્રદેશ કોંગ્રેસ સમિતીએ જાણે સન્નાટો છવાયો હતો.કોંગ્રેસનો એકેય નેતા ડોકાયા ન હતા. ભાજપે મહાનગરપાલિકા, નગરપાલિકા,પંચાયતોમાં ડંકો વગાડી વર્ષ 2022માં જીત માટેનો માર્ગ મોકળો કરી દીધો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33