GSTV
Gujarat Government Advertisement

શું નેતાઓ અને પ્રજા માટે નિયમના તોલ અલગ?, વિજય સરઘસ બેરોકટોક ફર્યાં: ‘સમરથ કો ન દોષ’… કહેવત પડી સાચી!

Last Updated on February 24, 2021 by

સમરથ કો ન દોષ… આ કહેવત આજે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી વિજય સરઘસો યોજાતાં રહ્યાં તે દરમિયાન સાચી પડતી જણાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 બેઠકની મતગણતરી થતી હતી તે એલ.ડી. કોલેજ અને ગુજરાત કોલેજથી એક પછી એક પરિણામ જાહેર થતાં રહ્યાં તેમ તેમ વિજય સરઘસ યોજાયાં હતાં.

પરિણામ જાહેર થતાં રહ્યાં તેમ તેમ વિજય સરઘસ યોજાયાં

કોરોનાના કારણે વિજય સરઘસને મંજુરી આપવા અંગે અનિર્ણિત પોલીસે કોઈપણ પક્ષના હોય, વિજેતાના સરઘસને બંદોબસ્ત આપ્યો હતો અને સાથે ફરતી રહી હતી. મતદારો નિરસ રહ્યાં છે ત્યારે વિજય સરઘસ જોયા પછી અનેક લોકોમાં કોરોના મુદ્દે નેતાઓ અને પ્રજા માટે નિયમપાલનના અલગ કાટલાંની ચર્ચા જાગી છે.

કોરોના મુદ્દે નેતાઓ અને પ્રજા માટે નિયમપાલનના અલગ કાટલાંની ચર્ચા જાગી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની  192 બેઠકો માટેની મતગણતરી ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજવામાં આવી હતી. પોલીસે કોરોનાના કારણે મત ગણતરી કેન્દ્રની અંદર પ્રવેશ મામલે કડક વલણ અખત્યાર કર્યું હતું. પોલીસે આ વખતે ટેકેદારોને મત ગણતરી કેન્દ્રથી થોડે દૂર સુધી રાખ્યાં હતાં. પરિણામ જાહેર થયા પછી વિજય સરઘસ નહીં યોજવા દેવા ઉચ્ચ અિધકારીઓએ સૂચના આપી હતી.

રાજકીય પક્ષોએ પણ ઉમેદવારોને વિજય સરઘસ ન યોજવા માટે અપીલ કરી હતી

રાજકીય પક્ષોએ પણ ઉમેદવારોને વિજય સરઘસ ન યોજવા માટે અપીલ કરી હતી. પરંતુ, પરિણામ જાહેર થયા પછી જીત મેળવનાર ઉમેદવારના ટેકેદારોનો ઉત્સાહ એટલો વધી જતો હતો કે વિજય સરઘસ યોજાયાં જ હતાં. મત ગણતરી કેન્દ્રથી થોડે દૂરથી વિજય સરઘસ ચાલુ કરવા દેવાતાં હતાં.  પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, તમામ વિજય સરઘસને પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા આપવામાં આવી હતી. કોઈપણ પક્ષના, વિજેતા થયેલા ઉમેદવારો અને ટેકેદારોએ મતગણતરી કેન્દ્રથી થોડે દૂરથી વિજય સરઘસ કાઢ્યા હતા. વિજય સરઘસ વિજેેતાના મત વિસ્તારમાં ફર્યા હતા. 

પરિણામ જાહેર થયા પછી એલ.ડી. અને ગુજરાત કોલેજ નજીકથી કાઢવામાં આવેલા વિજય સરઘસ વિસ્તારોમાં બેરોકટોક ફર્યા હતા. કોરોનાનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવવા પોલીસ  કડક વલણ અપનાવતી રહી છે. પરંતુ, ચૂંટણી જાહેર થઈ ત્યારથી પૂર્ણાહૂતિ એવા વિજય સરઘસ સુધી રાજકીય ગતિવિિધમાં પૂરતું નિયમપાલન જણાયું નહોતું. નેતાઓ અને પ્રજા માટે નિયમપાલનના અલગ કાટલાં હોવાનો મુદ્દો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33