Last Updated on March 5, 2021 by
ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન(સ્ટેટ GDP)માં 12.5 ટકાનું મોટું ગાબડું પડયું છે. 2020-21ના નાણાંકીય વર્ષને અંતે ગુજરાતનું કુલ ઘરગથ્થુ ઉત્પાદન 0.6 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તેમાંય આઘાતજનક બાબત તો એ છે કે ગુજરાત સરકારે મે 2020માં વેટની આવક વધારવા માટે પેટ્રોલ અને ડિઝલ પરના વેટના દરમાં વધારો કરી રૂા.2નો વધારાનો બોજ પ્રજા પર નાખ્યો પણ હતો.
પેટ્રોલ અને ડિઝલ પરના વેટના દરમાં વધારો કરી રૂા.2નો વધારાનો બોજ પ્રજા પર નાખ્યો
તેનાથી મહેસૂલી ખાધમાં ઘટાડો થવો જોઈએ તે ઘટાડો થયો નથી. તેને બદલે મહેસૂલી ખાધ 21,952 કરોડની થવાનો સુધારેલો અંદાજ મૂકવામાં આવ્યો છે. 2020-21ના અંદાજ પત્રમાં ગુજરાત સરકારે રૂા. 789.39કરોડની પુરાંત થવાનો અંદાજ મૂક્યો હતો. તેની તુલનાએ ખાધમાં જંગી વધારો થઈ ગયો છે. આમ પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં રૂા.2નો વધારો કર્યા પછીય સરકાર તેની મહેસૂલી આવક 2020-21ના વર્ષમાં વધારી શકી નથી.
સરકાર તેની મહેસૂલી આવક 2020-21ના વર્ષમાં વધારી શકી નથી
આ આવક વધે તો કુલ ઘરેલું ઉત્પાદનમાં વધારો થયેલો ગણાય છે. આ વધારો થયો નથી તે જ દર્શાવે છે કે ગુજરાતની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. કોરોનાના કહેરને પરિણામે સરકારને કરવા પડેલા બિનઉત્પાદક ખર્ચ અને સરકારી સમારોહ માટે કરેલા બિનઉત્પાદક ખર્ચને પરિણામે આ સ્થિતિ નિર્માણ થઈ હોવાનું જણાઈ રહ્યું છે.
બિનઉત્પાદક ખર્ચ અને સરકારી સમારોહ માટે કરેલા બિનઉત્પાદક ખર્ચને પરિણામે આ સ્થિતિ નિર્માણ
નાણાંકીય બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાત સરકારના બિનઉત્પાદક-અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર-ખર્ચાઓ આ સ્થિતિ માટે જવાબદાર છે. જે ખર્ચથી ઉત્પાદનમાં વધારો ન થાય કે પ્રોડક્ટિવિટીમાં વધારો ન થાય તેને અનપ્રોડક્ટિવ ખર્ચ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો નમસ્તે ટ્રમ્પ જેવો કાર્યક્રમ યોજવા માટે કરેલા ખર્ચને કે પછી સરકારી સમારોહ યોજીને સરકારની વાહવાહી કરાવવાના કરાતા પ્રયાસો પાછળના ખર્ચને અનપ્રોક્ટિવ એક્સપેન્ડિચર તરીકે ઓળખાવવામાં આવે છે. બીજીતરફ રાજસ્થાન ની સરકાર ની એકંદર ઘરગથ્થુ ઉત્પાદન નો વૃદ્ધિ દર આ સમય ગાળા દરમયાન 11 ટકા રહેવાનો અંદાજ છે. ગુજરાત સરકારે કોરોના સમય દરમયાન પેટ્રોલ અને ડીઝલ ના ભાવ પરની વેટમાં રૂપિયા 2 નો વધારો મેં મહિનામાં કરેલો હતો.
ગુજરાત સરકારે કોરોના સમય દરમયાન પેટ્રોલ અને ડીઝલ ના ભાવ પરની વેટમાં રૂપિયા 2 નો વધારો મેં મહિનામાં કરેલો
તેની સામે રાજસ્થાન સરકારે જાન્યુઆરી મહિનામાં રજૂ કરેલા બજેટ માં પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ માં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. તેમ છતાંય રાજસ્થાનનો જીડીપી 11 ટકા જેટલો ઊંચો રહ્યો છે. ગુજરાતનો જીડીપી ઘટીને 0.6 ટકાના તળિયે જઈ રહ્યો છે.ગુજરાત સરકારના અયોગ્ય વહીવટને કારણે એકંદર ઘરગથ્થુ ઉત્પાદન નો વૃદ્ધિ દર ગુજરાત ના ઇતિહાસ માં સૌથી નીચો આવી જવાની સંભાવના છે. ઉપરાંત ગુજરાત સરકારે બીજો પણ ઇતિહાસ કરેલ છે. ગુજરાત નું કુલ દેવું વર્ષ 2020-2021 ના સુધારેલા અંદાજ મુજબ 3,00, 959 કરોડ રહેવા પામ્યું છે. વર્ષ 2023-2024 માં વાષક દેવાનો અંદાજ 4,10, 989 કરોડ થવાનો અંદાજ મૂક્યો છે.
2023-2024 માં વાષક દેવાનો અંદાજ 4,10, 989 કરોડ થવાનો અંદાજ મૂક્યો
આમ ગુજરાતના બજેટું કદ રૂા. 2.27 લાખ કરોડનું છે. તેની સામે દેવું રૂા. 3,00,959 કરોડનું થઈ ગયું છે. આમ બજેટનાકદ કરતાંય દેવું વધારે થઈ ગયું છે. સરકારની કુલ આવક અને ખર્ચ વચ્ચેના ગાળાને રાજકોષિય ખાધ ગણવામાં આવે છે. ગુજરાતની 2020-21ની રાજકોષિય ખાધ રૂા. 51,381 કરોડની થઈ છે. 2019-20ના વર્ષમાં રાજકોષિય ખાધ રૂા. 24,581 કરોડની હતી.
2019-20ના વર્ષમાં રાજકોષિય ખાધ રૂા. 24,581 કરોડની હતી
આમ તેમાં 12 મહિનામાં જ અંદાજે 103 ટકાનો વધારો દર્શાવૈે છે. સરકારની કુલ મહેસૂલી આવક કરતાં ખર્ચ વધી જાય ત્યારે સરકાર નાણાં ઊછીના લે છે. આ લોનની રસમ અને લોન માટે કરવા પડતા ખર્ચની રકમ વચ્ચેના ગાળાના રાજકોષિય ખાધ ગણવામાં આવે છે. તેના પરથી સરકારની આવક અને ખર્ચનો અંદાજ મળી રહે છે.
ફ્રી વીજળી સબસીડી માટે 8411 કરોડ ફાળવ્યા
નાણાં મંત્રી નીતિનભાઈ એ તેમની બજેટ ની સ્પીચ માં જણાવ્યું કે ફ્રી વીજળી સબસીડી માટે 8411 કરોડ ફાળવ્યા છે. ભારત દેશ ના નાણામંત્રી નિર્મલા સીતારામનજી એ કોરોના સમય માં 20 લાખ કરોડ ના પેકેજ રજુ કરતી વખતે રાજ્યોને ધિરાણ વધારવાની શરતી છૂટ આપેલી તે મુજબ રાજ્યોને ચોક્કસ માત્રા માં ફંડ મળશે. બીજું કેટલુંક ભંડોળ રાજ્યોને શરત વગર મળશે. ત્રીજું, કેટલુંક ફંડ શરતોને આધીન રહીને રાજ્યોને ફાળવવામાં આવશે. આ શરતો માં જે રાજ્યો ખેતી માટે ફ્રી વીજળી સબસિડી આપતા હોય તેઓ એ તે આપવાનું બંધ કરવું પડશે.
આમ ગુજરાત રાજ્યના નાણામંત્રી ફ્રી વીજળી આપવાની વાત કરી રહ્યા છે પરંતુ દેશ ના નાણાંમંત્રી ફ્રી વીજળી ની તરફેણ માં નથી તેમ જોતા ખેડુ તો ને ફરી વીજળી આપવાની વાત એ માત્ર વાત જ રહી જશે કેમકે કેન્દ્ર ના નાણામંત્રીએ જે શરત રજુ કરી છે તે રાજ્યો ને ધિરાણ વધારવાની માટે છે અને ગુજરાત નું દેવું કૂદકેને ભૂસકે વધતું જાય છે એટલે ગુજરાતે દેવાની લિમિટ વધારવા આ શરતો માન્ય રાખવી પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31