GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના અનેક ગામના ખેતર વિસ્તારમાં શોર્ટ સર્કિટને કારણે પાક બળીને ખાખ, ખેડૂતોને થયું મોટું નુકશાન

Last Updated on March 26, 2021 by

વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે ઉપર આવેલ કાજીપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘઉંના ઠુઠામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે મળતી માહિતી મુજબ વિરમગામ હાઇવે ઉપર કાજીપુરા ગામ આવેલ છે. આ ખેતરમાં તાજેતરમાં ઘઉંનો પાક લઈ લીધેલ હતાં અને ખેતરમાં ઘઉંના ઠુઠા ઉભા હતા ત્યારે કોઇ કારણોસર સવારના આગ લાગી હતી

અને આ ઘટનાની જાણ આજુબાજુ ખેતરોવાળાને થતા ઘટનાની જાણ આ વિસ્તારના સદસ્ય રણજીત ડોડીયાને કરતા રણજીત ડોડીયા દ્વારા ા આગ લાગવાની ઘટનાની જાણ વિરમગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ફયાર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ બુઝાવાની કામગીરી પૂર્ણ કરી હતી અને ઉલ્લેખનીય છે કે જો આગને કાબુમાં લેવામાં ન આવી હોત બાજુમાં ૨૫ વિઘામાં ઉભા ઘઉં બળીને ખાખ થઈ જાત. ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.

ગુજરાતના અનેક ગામના ખેતર વિસ્તારમાં શોર્ટ સર્કિટને કારણે પાક બળીને ખાખ થયો. રાજકોટના ધોરાજીના મોટી મારડ ગામે ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ફાયર વિભાગની ટીમ આવે તે પહેલાં જ ખેતરમાં રહેલા ઘઉં બળીને ખાખ થઇ ગયા. બીજી તરફ મહેસાણાના ખેરાલુમાં આવેલા ખેરાલુમાં આવેલા રામપુર ગામે ઘઉંનો ઉભો પાક બળીને નષ્ટ થયો

. રામપુરા ગામે વીજ લાઇનમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગતા દોઢ વીઘામાં ઉગેલા ઘઉં નાશ પામ્યા. તો અબડાસાના હમીરપર ગામમાં વાડી વિસ્તારોમાં આગ લાગતા ખેડૂતોના ખારેક સહિતના પાક તેમજ વૃક્ષો બળીને નષ્ટ થયા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33