GSTV
Gujarat Government Advertisement

ચૂંટણીમાં ખેલાયું ધિંગાણું/ વિરમગામ અને ઝાલોદ મતદાન મથકે સર્જાયા મારામારી-તોડફોડના દ્રશ્યો, પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ

Last Updated on February 28, 2021 by

ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું જે પૂર્ણ થઇ ગયું છે. ત્યારે રાજ્યમાં મતદાનની વાત કરીએ તો ગુજરાતમાં 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે નગરપાલિકામાં પણ મતદાનની ટકાવારી 54થી 55 ટકાની આસપાસ રહી છે. એવામાં કેટલાંક મતદાન મથકો નાના-મોટા છબકલા થયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. મતદાન સંપૂર્ણ પૂર્ણતાના આરે આવી ગયું ત્યારે હજુ પણ મારામારી, તોડફોડ તેમજ EVM માં ખામી તેમજ શાબ્દિક ઘર્ષણ સહિતની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે.

મતદાન મથક બહાર મારામારીની ઘટના ઉગ્ર બનતા પોલીસે કરવો પડ્યો હળવો લાઠીચાર્જ

એવામાં વિરમગામમાં મતદાન દરમ્યાન બુથ બહાર મારામારીની ઘટના સામે આવી છે. વિરમગામની એમ.જે સ્કૂલ મતદાન મથકની બહાર ભાજપ અને અપક્ષના જૂથ વચ્ચે મારામારી સર્જાતા પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. ઘટનાસ્થળે મારામારી અને પથ્થરમારો પણ થયો હતો. જો કે, મામલો ઉગ્ર બનતા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. જો કે બાદમાં સમગ્ર મામલો પોલીસે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

મીરખેડી ગામે મતદાન દરમ્યાન ભાજપના કાર્યકરોની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા

તો બીજી બાજુ ઝાલોદ તાલુકાના મીરખેડી ગામે મતદાન દરમ્યાન તોડફોડ કરવામાં આવી છે. મતદાન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતાં. જે દરમ્યાન ભાજપના કાર્યકરોની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતાં. ત્યારે આ મામલો વધારે બિચકતા આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33