GSTV
Gujarat Government Advertisement

સત્તાનો સંગ્રામ: પરિણામમાં થશે પુનરાવર્તન કે પછી ફૂંકાશે પરિવર્તનનો પવન, ગ્રામિણ મતદારોએ શું નિર્ણય લીધો તેના પર સૌની નજર

Last Updated on March 2, 2021 by

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલ તા.2જી માર્ચે પરિણામ જાહેર થશે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના દર્શન કરાવ્યા હતાં. મહાનગરપલિકામાં તો મતદારોએ ભાજપ પર ભરપૂર વિશ્વાસ દાખવ્યો હતો પણ પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ગ્રામિણ મતદારોએ શું નિર્ણય લીધો છે તેના પર સૌની નજર મંડાઇ છે. અત્યારે તો ભાજપ વિજયની હેટ્રિક નોંધાવવા ઉત્સુક છે જ્યારે પંચાયતોના પરિણામો જ કોંગ્રેસને જીવતદાન આપી શકે તેમ છે. 

ભાજપ

ભાજપ વિજયની હેટ્રિક નોંધાવવા ઉત્સુક

શહેરી મતદારો સમક્ષ તો ભાજપે લવ જેહાદ,રામમંદિર, 370મી કલમ સહિતના મુદ્દાઓ મૂકીને મહાનગરપાલિકામાં જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વનો મુદ્દો મતદારો આગળ ધર્યો હતો. આ તરફ, કોંગ્રેસે ખેડૂતોની સમસ્યા,બેકારી,મોઘવારી સહિતના મુદ્દા રજૂ કરીને મતદારોને રિઝવ્યા હતાં. ગત વખતે તો પાટીદાર આંદોલનને લીધે કોંગ્રેસને પંચાયતોની ચૂંટણીમાં રાજકીય લાભ મળ્યો હતો પણ આ વખતે કોંગ્રેસને આશા છેકે, ખેડૂત આંદોલને લીધે નારાજ ખેડૂતો કોંગ્રેસને મત આપી શકે છે.

પાલિકા અને પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે ભાજપ સરકારને ખેડૂતોની નારાજગીનો અંદાજ આવી જશે

પાલિકા અને પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે ભાજપ સરકારને ખેડૂતોની નારાજગીનો અંદાજ આવી જશે. આ ઉપરાંત ગ્રામિણ મતદારો મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપને મત આપે છે કે કેમ તે એક સવાલ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયા બાદ ભાજપે ગ્રામિણ મતદારોને રિઝવવામાં કોઇ કસર છોડી નથી જેથી ખેડૂત આંદોલનની ચૂંટણી પર કેટલી અસર થઇ છે તે પરિણામ પરથી જાણવા મળશે.

ભાજપ

આ વખતે પણ કુલ બેઠકોમાં વધારો થશે

ભાજપે એવો દાવો કર્યો છેકે, વર્ષ 2015માં ભાજપે જિલ્લા પંચાયતમાં 453 બેઠકો,તાલુકા પંચાયતમાં 2593 બેઠકો, અને નગરપાલિકામાં 1610 બેઠકો એમ કુલ મળીને 4656 બેઠકો મેળવી હતી. આ વખતે પણ કુલ બેઠકોમાં વધારો થશે અને ભાજપને જવલંત વિજય હાંસલ થશે. 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.

કોંગ્રેસ

નગરપાલિકામાં ભાજપના 2555 ઉમેદવારો,કોંગ્રેસના 2247 ઉમેદવારો અને આપના 719 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. જિલ્લા પંચાયતમાં ભાજપના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો,આપના 304 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

ભાજપના 2555 ઉમેદવારો,કોંગ્રેસના 2247 ઉમેદવારો અને આપના 719 ઉમેદવારો ચૂંટણી મેદાને

તાલુકા પંચાયતમાં ભાજપના 4652 ઉમેદવારો,કોંગ્રેસના 4594 ઉમેદવારો, આપના 1067 ઉમેદવારો નુ ભાવિ ઇવીએમમાં કેદ છે. આવતીકાલે પાલિકા અને પંચાયતોનુ પરિણામ જાહેર થશે. મોડી સાંજ સુધીમાં આખુય ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે વિજય હાંસલ થશે તેવી આશા છે જયારે પંચાયતાનો પરિણામ જ જીવિત રાખશે તેવો કોંગ્રેસને આશાવાદ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33