GSTV
Gujarat Government Advertisement

ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ

Last Updated on February 28, 2021 by

ગુજરાતમાં આજે તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ છે. ત્યારે જિલ્લા પંચાયતની 980 બેઠક પૈકી 25 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની 980 બેઠક માટે 31 હજાર 152 મતદાન કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે રાજ્યની 81 નગરપાલિકાના 680 વોર્ડમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના કેટલાંક વોર્ડમાં ક્યાંક ઇવીએમ ખોટવાયા તો ક્યાંક મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતાં.

એવામાં મોડાસા શહેરના વોર્ડ નંબર-1માં કરીમિયાહ મતદાન મથક પર આંગળી પરનું નિશાન બતાવવા જેવા નજીવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું. જેના લીધે ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસના એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. 15થી 20નાં ટોળાંએ મહિલા ઉમેદવાર ઉપર હુમલો કર્યાનો આક્ષેપ થયો હતો. ત્યાર બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠા થતા પ્રાંત અધિકારી, PI સહિત પોલીસના કાફલાએ જઈ સમજાવીને ત્યાં સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે મતદાનને લઇને ગુજરાત પોલીસ પણ સજ્જ થઇ ગઇ છે. ચૂંટણી બંદોબસ્ત માટે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની 65 કંપની તૈનાત કરી દેવાઇ છે. 97 આંતર રાજય અને 437 આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે. જેથી ચાલુ મતદાન પર વૉચ રાખી શકાય.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33