GSTV
Gujarat Government Advertisement

આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડત આપનારા 100 વર્ષના મણિબહેને મતદાન કરી દેશના નાગરિક તરીકેની ફરજ બજાવી

Last Updated on February 28, 2021 by

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ છે. ત્યારે એવામાં યુવાનોને પણ શરમાવે એવાં આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એક માત્ર હયાત સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલે (ધોડિયા) મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મણિબેને મતદાન કરીને લોકશાહી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી.

ELECTION

આ અંગે મણિબેન જણાવે છે કે, ‘ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી પ્રાણ બલિદાનો આપ્યાં છે, જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે, જેથી સૌ કોઈએ આ લોકશાહીના મહાપર્વની મતદાન કરીને ઉજવણી કરવી જોઈએ.’

મણિબેનનું 99 વર્ષ પૂર્ણ કરીને શતાયુ વર્ષ ચાલી રહ્યું છે. તેઓ દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન કરે છે. પોતાનું રોજીંદુ કામ તેઓ જાતે જ કરે છે. પરિવાર શાંતિથી આરામદાયક જીવન જીવવાનો આગ્રહ કરે છે, પણ ‘કામ કરીશું તો શરીર સાજું નરવું રહેશે’ એમ જણાવે છે. મણિબહેને તેમના સ્વ. પતિ બાપુભાઈ સાથે અનેક સ્વાતંત્ર્ય ચળવળોમાં પણ ભાગ લીધો હતો, ત્યારે આજની આ નવી પેઢી તેમજ દેશ માટે આ એક ગૌરવની ક્ષણ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33