Last Updated on February 28, 2021 by
રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે મતદાનનું આયોજન કરાયુ છે. જિલ્લા પંચાયતની 980 બેઠક પૈકી 25 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની 980 બેઠક માટે 31 હજાર 152 મતદાન કેન્દ્રની ફાળવણી કરાઈ છે. જે પૈકી 6 હજાર 773 સંવેદનશીલ અને 3 હજાર 532 મતદાન કેન્દ્ર અતિ સંવેદનશીલ છે. જિલ્લા પંચાયતમાં 70 હજાર 780 ઈવીએમ અને મતદાન દરમ્યાન સુરક્ષા માટે 63 હજાર 550 પોલીસ જવાન તૈનાત રહેશે.
- ૩૧ જિલ્લા પંચાયત
- બેઠક ૯૮૦
- બિનહરીફ ૨૫
- મતદાન મથક ૩૧,૧૫૩
- સંવેદનશીલ મતદાન મથક ૬,૪૪૩
- અતિ સંવેદનશીલ મતદાન મથક ૩,૫૩૨
- ઈવીએમ ૭૦,૭૮૦
- પોલીસ સ્ટાફ ૬૩,૫૫૦
2015માં પાટીદારોને પગલે કોંગ્રેસનો દબદબો હતો
ગત 2015માં પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જેમાં પાટીદારોનું રોલર ફળી વળ્યું હતું. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું. આમ 2015નો માહોલ અને હાલનો માહોલ હાલમાં અલગ છે. ભાજપને આશા છે કે મોટા ભાગની જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31