Last Updated on March 2, 2021 by
ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષે મહામંથન કરવું જરૂરી બન્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોતાના ઝંડા ગુજરાતના રાજકારણમાં ગાડ્યા છે, બેઠકો જીતીને તમામ ક્ષેત્રો અન્ય પક્ષોને પણ અચરજમાં પાડ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ અને પાંચ માં ઉમેદવારી કરી હતી પરંતુ ત્યાં બંને બેઠકો પર તે હારી ગયા છે તેનો કારમો પરાજય થયો છે.
ડાંગ જીલ્લાની કોશીમદા જીલ્લા પંચાયત બેઠક પર ભાજપ ના ઉમેદવાર મંગળભાઇ ગાવિત નો વિજય.
મંગળભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા રાજીનામુ આપતા થોડા સમય પહેલા ડાંગમાં પેટાચૂંટણી યોજાઈ હતી
ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ જોવા મળી રહ્યો છે
આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમાર ના ભત્રીજા નિકુંજ નીકારમી હાર. તારાપુર તાલુકા પંચાયત મોરબી બેઠક પર ધારાસભ્ય પૂનમ નો દીકરો વિજય પરમાર કારમી પરાજય. અમૂલમાં કોંગ્રેસના ડાયરેકટર ની પુત્રવધૂની કારમી હાર. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સગા સંબંધીઓ અને કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ની પણ કારમી હાર
- ધારાસભ્ય અશ્વિન કોટવાળ ના પુત્રની કારમી હાર
- દ્વારકા જિલ્લા પંચાયત માં કોંગી દિગ્ગજ વિક્રમ માડમ ના પુત્ર હારી ગયા
કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડું પડ્યું છે. જસદણ અને વીંછિયા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસ આગળ છે. જસદણ તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને 10 જ્યારે ભાજપને 6 બેઠક પર જીત મળી છે. જ્યારે વીંછીયા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને 14 અને ભાજપને 4 બેઠક પર જીત મળી છે. કૉંગ્રેસનાં સમર્થકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31