Last Updated on February 28, 2021 by
આજે ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્ય (Gujarat Local Body Election) ની ચૂંટણીના પગલે જિલ્લા પંચાયત (District Panchayat) , તાલુકા પંચાયત (Taluka Panchayat) અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ત્યારે કેટલાંક મતદાન મથકો પર પોલીસની હાજરીમાં જ ધિંગાણા ખેલાયાના દ્રશ્યો સર્જાયા હતાં. જેમાં ક્યાંય મારામારી તો ક્યાંત તોડફોડ તો કયાંક EVM માં ખામી સર્જાતા અધિકારીઓ અને મતદારો વચ્ચે હોબાળો જોવા મળ્યો હતો. ત્યારે ફરી એક જગ્યાએ મારામારીની ઘટના સામે આવી.
કોંગ્રેસી ઉમેદવાર મઝર કાઝીએ ભાજપના કાર્યકર પર કર્યો હુમલો
તાજેતરમાં જ તાપી કોંગ્રેસના ઉમેદવારની દાદાગીરી સામે આવી છે. વોર્ડ નંબર 2ના કોંગ્રેસી ઉમેદવાર મઝર કાઝીએ ભાજપના કાર્યકર પર હુમલો કર્યો છે. ભાજપના કાર્યકરો પર 50 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. સીસીટીવીમાં આ હુમલાના દ્રશ્યો પણ કેદ થયા હતાં. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા મઝર કાઝી સહિત અન્ય છ લોકો સામે ગુનો દાખલ કરાયો છે.
વિરમગામમાં મતદાન દરમ્યાન બુથ બહાર મારામારી
અત્રે ઉલ્લેખનીય છે કે, આજની આ ચૂંટણીમાં વિરમગામમાં મતદાન દરમ્યાન બુથ બહાર મારામારીની ઘટના સામે આવી છે. વિરમગામની એમ.જે સ્કૂલ મતદાન મથકની બહાર ભાજપ અને અપક્ષના જૂથ વચ્ચે મારામારી સર્જાતા પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. ઘટનાસ્થળે મારામારી અને પથ્થરમારો પણ થયો હતો. જો કે, મામલો ઉગ્ર બનતા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. જો કે બાદમાં સમગ્ર મામલો પોલીસે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઝાલોદ તાલુકાના મીરખેડી ગામે મતદાન દરમ્યાન તોડફોડ
તો બીજી બાજુ ઝાલોદ તાલુકાના મીરખેડી ગામે મતદાન દરમ્યાન તોડફોડ કરવામાં આવી છે. મતદાન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતાં. જે દરમ્યાન ભાજપના કાર્યકરોની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતાં. ત્યારે આ મામલો વધારે બિચકતા આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
શહેરાના નાડા ગામે મતદાન દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે મારામારી
આ સાથે જ પંચમહાલના શહેરાના નાડા ગામે મતદાન દરમિયાન બુથ પર બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી હતી. જો કે, સ્થળ પર હાજર પોલીસે મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31