GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી/ કેશોદ વોર્ડ નં 6માં EVMમાં ખામી સર્જાતા અધિકારીઓ-મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી, લોકો કોરોના ગાઇડલાઇનને ધોળી પી ગયા

Last Updated on February 28, 2021 by

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે હવે આજે રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે રાજ્યમાં 4:30 વાગ્યા સુધીમાં સરેરાશ 43.71 ટકા મતદાન થયું છે. જેમાં તાલુકા પંચાયતમાં 51.54 ટકા મતદાન અને જિલ્લા પંચાયતમાં 49.52 ટકા મતદાન થયું છે.

મત રજીસ્ટ્રર્ડ ન થતો હોવાની મતદારોએ ફરિયાદ કરી હતી

રાજ્યમાં ચાલી રહેલા મતદાન વચ્ચે ઘણાં મતદાન કેન્દ્રો પર EVM ખોટકાયા તેમજ સામાન્ય બાબતે માથાકૂટ થઇ હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે કેશોદમાં વોર્ડ નંબર-6 ના આંગણવાડી કેન્દ્રમાં મતદાન સમયે બબાલ થઈ હતી. મત રજીસ્ટ્રર્ડ ન થતો હોવાની કેટલાંક મતદારોએ ફરિયાદ કરી હતી. મતદાન બંધ રહેતા લોકોના ટોળા વળ્યા હતાં. મતદાન કુટિર-1માં આ ઘટના બની હતી.

બે કલાકથી વધુ સમય સમય સુધી ઈવીએમ ખોટકાયેલું રહ્યું હતું. બાદમાં કીપેડ બદલવામાં આવ્યું હતું. અધિકારીઓની બેદરકારીથી લાંબા સમય સુધી મશીનમાં ફોલ્ટ રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અધિકારીઓ અને મતદારો વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. મતદારોના ટોળા વળતા કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા હતાં.

બે કલાકથી વધુ સમય સમય સુધી EVM ખોટકાયેલું રહ્યું

મતદાન કુટિર-1માં આ ઘટના બની હતી. બે કલાકથી વધુ સમય સમય સુધી EVM ખોટકાયેલું રહ્યું હતું. બાદમાં કીપેડ બદલવામાં આવ્યું હતું. અધિકારીઓની બેદરકારીથી લાંબા સમય સુધી મશીનમાં ફોલ્ટ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. EVM ખોટકાતા અધિકારીઓ અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જો કે આ ઘટનાને થાળે પાડવા પોલીસનો કાફલો એકઠો થઇ ગયો હતો. પરંતુ બીજી બાજુ કોરોના મહામારીના કારણે કોવિડ ગાઇડલાઇન જાળવવી પણ જરૂરી છે. ત્યારે મતદારોના ટોળેટોળાં થતા કોવિડ 19ની ગાઇડલાઇનના નિયમોના ધજાગરા ઉડ્યા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33