Last Updated on April 4, 2021 by
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. હોસ્પિટલોમાં બેડ પણ ભરાઈ ગયા છે. વિવિધ હોસ્પિટલોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં 100થી વધુ ઇમર્જન્સી કેસ દાખલ થયા છે. તો 1200 બેડની હોસ્પિટલ અડધા ઉપર ફૂલ થઇ ગઈ છે.
1200 બેડની હોસ્પિટલ અડધા ઉપર ફૂલ
અમદાવાદમાં ગુડ ફ્રાઇડેના દિવસે શહેરમાં કોરોના વિસ્ફોટ થયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ દાખલ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 688 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 631 દર્દીઓ બારસો બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કે કિડની હોસ્પિટલમાં 50 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના વધતા સંક્રમણને લેતા સિવિલમાં બેડની સંખ્યા વધારીને 1 હજાર 89 કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્સર વિભાગને પણ બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.
કેન્સર વિભાગને પણ બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી
ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે.
તો આજદિન સુધીમાં કુલ 4539 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ 158 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 13559 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2066 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31