GSTV
Gujarat Government Advertisement

ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે, ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત કરશે રજૂ

બજેટ

Last Updated on March 3, 2021 by

આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે. આ માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરાઈ છે. અને આ એપ્લિકેશન પર આજે એક દિવસ માટે વિધાનસભાની કાર્યવાહીનું સીધુ પ્રસારણ થશે. રાજ્ય સરકારે ગુજરાત બજેટના નામથી ઍન્ડ્રૉઇડ મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. જે અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે.

અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષામાં ઉપલબ્ધ

જેમાં પાછલા ત્રણ વર્ષની પણ બજેટ કોપી મૂકવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારના અલગ અલગ 24 વિભાગોના 24 જેટલા ફોલ્ડર બનાવીને તમામ વિભાગોના અલગ-અલગ બજેટ માટેની પણ વ્યવસ્થા મોબાઇલ એપ્લિકેશનમાં કરવામાં આવી છે. જે વિશ્વની કોઈપણ જગ્યાએ રહેતા ગુજરાતીઓ તેમના મોબાઈલમાં જોઈ શકશે.

કોરોના મહામારીને કારણે વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ નહીં કરાવ્યા હોય તેમને વિધાનસભામાં એન્ટ્રી નહીં મળે. વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. જે મુજબ 120 ધારાસભ્યો ગૃહમાં અને 60 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33