Last Updated on April 5, 2021 by
ગુજરાત રાજ્યની ધો.૧૦-૧૨ની આગામી બોર્ડ પરીક્ષાની ખોટી તારીખો સાથેનો બનાવટી પરિપત્ર તૈયાર કરી વાઈરલ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુજરાત બોર્ડે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બોર્ડના પરીક્ષા સચિવ દ્વારા ગાંધીનગરમાં સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.
બોર્ડના પરીક્ષા સચિવ દ્વારા ગાંધીનગરમાં સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦,૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.ની આગામી મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ ૧૦થી ૨૫ મે દરમિયાન રાખવામા આવી છે.પરીક્ષાની તારીખોને લઈને તાજેતરમાં ફેક લેટર સોશિયલ મીડિયા પર ફરતો કરવામા આવ્યો હતો.જેમાં બોર્ડના જુના લેટરમાં છેડછાટ કરીને તારીખો બદલી ૧૫ જુનથી ૩૦ જુન દર્શાવી બનાવટી લેટર વાઈરલ કરવામા આવ્યો હતો.ત્યારબાદ બોર્ડે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી હતી આ લેટર બનાવટી છે અને બોર્ડ પરીક્ષાની તારીખોમાં કોઈ પણ ફેરફાર કરવામા આવ્યો નથી.
આ લેટર બનાવટી છે અને બોર્ડ પરીક્ષાની તારીખોમાં કોઈ પણ ફેરફાર કરવામા આવ્યો નથી
ખોટી તારીખો વાઈરલ થતા વિદ્યાર્થીઓ-વાલીઓ અને સ્કૂલોમાં મુંઝવણ ઉભી થઈ હતી અને જેને પગલે બોર્ડના પરીક્ષા સચિવે આ મુદ્દે સાઈબર ક્રાઈમ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.આ મુદ્દે વિધિવત એફઆઈઆર તો થઈ ગઈ છે પરંતુ આવા લેટર અગાઉ પણ વાઈરલ થઈ ચુક્યા છે.અગાઉ પણ ઘણીવાર બોર્ડના પરિપત્રો-લેટરમાં છેડછાડ કરીને ખોટી માહિતી સાથે વાઈરલ કરવામા આવ્યા છે.મહત્વનું છે કે હાલ તો બોર્ડના જણાવ્યા મુજબ ૧૦ મેથી ૨૫ મે દરમિયાન નિયત ટાઈમ ટેબલ પ્રમાણે જ બોર્ડ પરીક્ષાઓ લેવાશે પરંતુ જો કોરોનાની સ્થિતિ વધુને વધુ વણસશે અને આગામી ૨૫ દિવસમાં સ્થિતિ કાબુમા ન આવે તો બોર્ડ પરીક્ષાઓ નિયત તારીખોમાં લેવી સંભવ નહી બની શકે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31