GSTV
Gujarat Government Advertisement

નોટબંધી બાદ ગુજરાત ફરી લાગ્યું લાંબી લાંબી લાઈનોમાં, ભીડ વચ્ચે તોળાતો સંક્રમણનો ખતરો

Last Updated on April 11, 2021 by

વર્ષ 2016માં મોદી સરકારે નોટબંધી જાહેર કરી ત્યારે ગુજરાત સહીત દેશ આખો જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા માટે બેંકો બહાર લાઈનો લગાવીને ઉભો રહી ગયો હતો. દેશ અને રાજ્યના કરોડો લોકો બેંકો આગળ લાઈનો લગાવીને પોતાનો વારો આવે તેની રાહ જોતા ઉભા રહી ગયા હતા. ત્યારે, ગુજરાતમાં ફરી એકવાર આવી જ સ્થિતિ ગુજરાતમાં ઉભી થઇ છે.

મોદી

નોટબંધી બાદ ફરી લોકો લાગ્યા લાઈનોમાં

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક બની રહી છે ત્યારે વધતા કેસોની સાથે કોરોના દર્દીઓની સારવાર માટે જીવનરક્ષક ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ પણ વધી છે. જોકે, રેમડેસિવીરના અપૂરતા જથ્થાને લઈને રાજ્યભરમાં અછત ઉભી થઇ હતી. ત્યારે, આજે વધુ ઈન્જેક્શનની ફાળવણી કરતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલ ખાતે લોકો મોટી સંખ્યામાં રેમડેસિવીર ઇન્જેક્શન લેવા પડાપડી કરી રહ્યા છે.

ઇન્જેક્શન માટે લાઈનો

કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાંઆવ્યું છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ હતુ. જેથી સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઝાયડસના વહીવટી તંત્ર દ્વારા વાતચીત કરવામાં આવી હતી.  જે બાદ આજથી ફરીવાર રેમડેસિવીર ઇન્જેક્શનનું વેચાણ ચાલુ કરવામાં આવી રહ્યુ છે. તો રેમડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ ફરી શરૂ કરાતા ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાંબી ભીડ જામી છે. હોસ્પિટલ બહાર એક હજાર કરતા પણ વધુ લોકોએ લાઈનો લગાવી છે. રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે લોકોએ એવી તે પડાપડી કરી છે કે 2-2 કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી છે. અનેક લોકો તો એવા હતા જે મધરાતથી જ રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે લાઈનોમાં લાગી ગયા હતા.

ટેસ્ટિંગ ડોમ પર પણ લાંબી કતારો

અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરના પાલડી સ્થિત ટેસ્ટિંગ ડોમમાં લોકોએ વહેલી સવારથી જ ટેસ્ટ માટે લાઇન લગાવી. રવિવારની રજા હોવા છતાં લોકો બહોળી સંખ્યામાં ટેસ્ટ માટે પહોંચ્યા.

  • ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની પડાપડી
  • એક હજાર કરતા વધુ લોકો ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા
  • રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોની પડાપડી
  • ઇન્જેક્શન માટે ઝાયડસ હોસ્પિટલ ની બંને બાજુ લાંબી લાઈનો લાગી
  • 2 કિલોમીટર સાથે ની લાઈનો
  • મધરાત થી લોકો ઇન્જેક્શન લેવા માટે પહોંચ્યા
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નિંદ્રાધીન
  • ઝાયડસ હોસ્પિટલ બહાર પોલીસ  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
  • પોલીસ ની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે
  • હોસ્પિટલની બહાર નો અડધો રસ્તો બંધ

વાડજ સ્મશાન ગુહ પર મૃતદેહોની કતારો

અમદાવાદમાં કોરોનાને કારણે દર્દીઓ સતત મોતને ભેટી રહ્યા છે. ત્યારે શહેરના વાડજ સ્મશાનગૃહમાં અંતિમવિધ માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. વાડજના સ્મશાનમાં એક પછી એક મૃતદેહો આવી રહ્યા છે. જેના કારણે સ્વજનોએ મૃતદેહોની અંતિમવિધિ માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. સ્મશાનોમાં મૃતદેહોની કતાર જોતા સરકારી તંત્ર દ્વારા જાહેર થતાં મોતના આંકડા અને વાસ્તવિક આંકમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

ભાજપ કાર્યાલય પર પણ લોકોની ભીડ

સુરતમાં ભાજપના કાર્યાલય પર સતત બીજા દિવસે ઇન્જેક્શન મેળવવા માટે લોકોએ ભારે ધસારો કર્યો. એક તરફ શહેરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સ્વજનોને ઇન્જેક્શન નથી મળી રહ્યા. ત્યારે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય પર ઇન્જેક્શન માટે લોકોએ વહેલી સવારે 5 વાગ્યાથી જ લાંબી લાંબી કતાર લગાવી. જો કે કલાકો સુધી લાઇનમા ઉભા રહેવા છતાં ઇન્જેક્શન ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકોએ ભાજપ કાર્યાલય બહાર અવ્યવસ્થાના આક્ષેપ કર્યા. તેમજ ખાનગી હોસ્પિટલોને જ ઇન્જેક્શનની ફાળવણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી.

લોકોની ભીડને લઈને પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ છે કે સુરક્ષા માટે પોલીસની ત્રણ ગાડીઓ બોલાવવી પડી છે. તો પરિસ્થિતિ જોતા રેમડેસિવીર ઈન્જેક્શનના કાળાબજારીની પણ શંકા સેવાઈ રહી છે તો સમગ્ર મામલે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નિંદ્રાધીન છે.

રેમડેસિવીર

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33