GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ : છેલ્લા 3 વર્ષથી દેશમાં નંબર વન, જાણી લો કેવી રીતે બન્યું

Last Updated on March 3, 2021 by

એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા ૨૫ વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે. હું આનંદ સાથે આ સન્માનનીય ગૃહના ધ્યાને મુકવા માંગુ છુ કે નીતિ આયોગ દ્વારા ગુજરાતને કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં છેલ્લા ૩ વર્ષથી સતત પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોવાનો નીતિનભાઈએ મોટો ખુલાસો કર્યો હતો.

અટલ ભુજલ યોજના હેઠળ 5 વર્ષના સમયગાળા માટે રૂ. 757 કરોડની જોગવાઇ

રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલી છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.૧૦૭૧ કરોડની આ બજેટમાં જોગવાઇ કરાઈ છે. અટલ ભુજલ યોજના હેઠળ ૫ વર્ષના સમયગાળા માટે રૂ. ૭૫૭ કરોડની સરકારે જોગવાઇ કરી છે.

• રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. ૩૧૨ કરોડની જોગવાઇ.
• બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ
• સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જોગવાઇ
• સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી ૨ કિલોમીટરની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવોમાં પાણી આપવામાં આવે છે. હવે ખેડૂતોની માંગણી ધ્યાને લઇ આ પાઇપલાઇનથી ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા ૨૯૫ તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

sardar sarovar yojana

સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવેલું છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33