Last Updated on April 7, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ સતત નવી ઊંચી સપાટી વટાવી રહ્યો છે અને હવે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩,૨૮૦ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૭ હજારને પાર થયો છે. હાલમાં ૧૭,૩૪૮ એક્ટિવ કેસ છે જ્યારે ૧૭૧ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાંથી ૭-૭, રાજકોટમાંથી ૨, વડોદરામાંથી ૧ એમ કુલ ૧૭ના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં૨૩ નવેમ્બર બાદ કોરોનાથી નોંધાયેલો આ સૌથી વધુ મરણાંક છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૨૪,૮૭૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૯૮ છે. આ પૈકી એપ્રિલના ૬ દિવસમાં ૧૭૧૮૦ કેસ નોંધાયા છે અને ૭૯ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ બેથી વધુ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે.
૧૩૪ દિવસ બાદ કોરોનાથી સૌથી વધુ ૧૭ના મૃત્યુ
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ જિલ્લો ૮૧૭ સાથે મોખરે છે. જેમાં અમદાવાદ શહેરમાં ૭૯૮-ગ્રામ્યમાં ૧૯ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કુલ કેસનો આંક હવે ૭૬,૮૧૧ છે જ્યારે એક્ટિવ કેસ ૨,૯૪૦ છે. સુરત શહેરમાં ૬૧૫-ગ્રામ્યમાં ૧૯૬ સાથે ૮૧૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે ૬૯,૪૫૯ છે જ્યારે ૪,૦૩૭ એક્ટિવ કેસ છે. રાજકોટ અને વડોદરામાં પણ ગંભીર સ્થિતિ સર્જાઇ રહી છે. રાજકોટ શહેરમાં ૩૨૧-ગ્રામ્યમાં ૬૪ સાથે ૩૮૫, વડોદરા શહેરમાં ૨૧૮-ગ્રામ્યમાં ૧૨૪ સાથે ૩૪૨ નવા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ હવે વડોદરામાં ૨,૬૧૭ અને રાજકોટમાં ૧,૮૬૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અન્ય જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૧૪૨ સાથે જામનગર, ૧૦૭ સાથે પાટણ, ૯૪ સાથે ભાવનગર, ૭૩ સાથે ગાંધીનગર, ૬૩ સાથે મહેસાણા, ૩૭ સાથે જુનાગઢ, ૩૫ સાથે કચ્છ, ૩૪ સાથે મહીસાગર, ૩૨ સાથે મોરબી-પંચમહાલનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં ૨,૩૮૩-સુરતમાં ૧,૦૪૯-વડોદરામાં ૨૫૪, રાજકોટમાં ૨૧૩, ગાંધીનગરમાં ૧૦૯ છે. કોરોનાથી મૃત્યુદર હાલમાં ૧.૪૧% છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૭૩૨, અમદાવાદમાંથી ૪૫૬, વડોદરામાંથી ૨૧૨, રાજકોટમાંથી ૧૯૭ એમ રાજ્યભરમાંથી ૨,૧૬૭ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩,૦૨,૯૩૨ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૩.૨૪% છે. ગુજરાતમાં સોમવારે ૧,૧૬,૨૨૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કુલ ટેસ્ટનો આંક હવે ૧.૪૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૧.૪૬ કરોડ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
ફેબુ્રઆરીમાં ૮,૩૪૯ને કોરોના જ્યારે એપ્રિલના ૬ દિવસમાં જ ૧૭,૧૮૦ કેસ
ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીમાં ૧૬,૫૦૨ કેસ-૮૧ મૃત્યુ-ફેબુ્રઆરીમાં ૮,૩૪૯ કેસ-૨૩ના મૃત્યુ નોંધાયા હતા. માર્ચ મહિનામાં ૩૭,૮૦૯ કેસ નોંધાયા હતા અને ૧૦૯ના મૃત્યુ થયા હતા. જેની સરખામણીએ એપ્રિલના ૬ દિવસમાં જ ૧૭,૧૮૦ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૭૯ વ્યક્તિના મૃત્યુ થયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31