Last Updated on March 14, 2021 by
ગુજરાતની પોલીસ હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોડી વોર્ન કેમેરાનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. આ દરમ્યાન ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
અત્યાર સુધી પોલીસ સીસીટીવી કેમેરા દ્વારા લોકો પર નજર રાખતી હતી. પરંતુ, હવે પોલીસ પોતાની બોડી પર જ કેમેરા લગાવશે અને મોટા ઓપરેશનો પાર પાડશે. ડેમોસ્ટ્રેશન સફળ રહેશે તો મોટી સંખ્યામાં કેમેરા ખરીદવામાં આવશે.
ટ્રાફિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ રોજીંદા કામ કે ઓપરેશનમાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. ગુજરાતના શહેરો અને જિલ્લાની પોલીસને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31