GSTV
Gujarat Government Advertisement

રાજકોટ-ગિર સોમનાથની બેઠકો પર ભાજપના 2 ઉમેદવારોનો માત્ર આઠ અને એક મતે વિજય, કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા

Last Updated on March 2, 2021 by

રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. ત્યારે મનપા ચૂંટણીમાં શહેરી વિસ્તારોનું મતદાન ગામડાના મતદાન કરતા ઓછું થયું હતું.

ભાજપ

આજની વાત કરીએ તો 2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ એક વાર ફરીથી ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામનો જલવો જોવા મળ્યો છે. 2015માં કોંગ્રેસનો જે જગ્યાઓ પર વિજય થયો હતો ત્યાં પણ આજે કોંગ્રેસની પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. તેમજ બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ધીમી ગતિએ આગળ વધી રહી છે.

બેડલા બેઠક પર ભાજપના ઉમેદવારની માત્ર આઠ મતે જીત

ત્યારે તાજેતરમાં જ વાત કરીએ રાજકોટ જિલ્લા પંચાયતની તો રાજકોટ જિલ્લા પંચાયતની બેડલા બેઠક પર ભાજપના ઉમેદવારની માત્ર આઠ મતે જીત થઇ છે. ત્યારે કૉંગ્રેસના હરીફ ઉમેદવારની કારમી હાર થઇ છે. આ બેઠક પરના ભાજપના ઉમેદવાર સવિતા બેન સામે કૉંગ્રેસના હરીફ ઉમેદવાર સવિતા બેનની જ હાર થઇ છે.

જો કે અન્ય બેઠકોની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની આણંદ બેઠક પર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ પર કૉંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે. જેથી કૉંગ્રેસના કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પરિણામ જાહેર થતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજકોટ શહેરની વિરાણી હાઈસ્કૂલ ખાતે ઢોલના તાલે પૈસા ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જેમાં કોરોનાની ગાઇડલાઇનના ખુલ્લેઆમ લીરેલીરાં ઉડ્યા હતાં.

સુત્રાપાડા તાલુકાની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો એક મતે વિજય

એક બાજુ રાજકોટનાં ભાજપના મહિલા ઉમેદવાર આઠ મતથી જીત્યા છે તો બીજી બાજુ ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. જેનાથી ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરે માત્ર એક મતે જીત હાંસલ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરાશ થઇ ગયા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33