Last Updated on March 2, 2021 by
ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે કોંગ્રેસના સૂપડાં સાફ થઇ જતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે તો બીજી બાજુ નેતા પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપી દીધું છે. ત્યારે ગુજરાતમાં હવે કોંગ્રેસનો ભલે સફાયો થઇ ગયો હોય પરંતુ હવે આપ અને ઓવૈસીની પાર્ટીએ પણ એન્ટ્રી મારી દીધી છે.
રાજ્યમાં ગોધરા 7, મોડાસામાં 9 અને ભરૂચમાં એક બેઠક પર AIMIMની જીત થઇ છે. ત્યારે ગુજરાત પ્રદેશ AiMiM પ્રમુખ સાબીર ભાઈ કાબલીવાલાનું પણ આજે આસ્ટોડિયા દરવાજા સામેના પાર્ટી કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પણ AIMIMએ મુસ્લિમ બહુમતી ધરાવતી કુલ 21 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી. જો કે પાર્ટીનો જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં વોર્ડ પરથી 7 ઉમેદવારોનો વિજય થયો હતો.
અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું
રાજ્યમાં 2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજના દિવસે જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું છે. ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે એવામાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. આ રાજીનામાનો કોંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકાર કરી લીધો છે અને માર્ચના અંત સુધીમાં નવા નેતાઓના નામની જાહેરાત થશે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ગુજરાતમાં કથળતા જતા કોંગ્રેસના રાજકારણથી નવા નેતાઓને તક આપી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે રકાસ થયો છે.
2020માં પણ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું હતું રાજીનામું
ગુજરાત કાંગ્રેસના 32મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા (amit chavda) સુકાન સંભાળી રહ્યા છે. જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ (gujarat congress) છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો છે. વર્ષ 2019ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ હતું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પણ કોંગ્રેસના ભૂંડા રકાસ બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું હાઈકમાન્ડને મોકલાવી દીધું છે.
પરેશકુમાર ધીરજલાલ ધાનાણી કોણ?
પરેશકુમાર ધીરજલાલ ધાનાણી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુજરાતના ઊંચા ગજાના નેતા છે. તેઓ ગુજરાત વિધાનસભાના વિપક્ષના વર્તમાન નેતા છે.તેઓ ૨૦૧૨થી અમરેલીના ધારાસભ્ય છે. અગાઉ તેમણે ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એપ્રિલ ૨૦૦૦માં બી.કોમ. પૂરું કરેલું છે. આ ચૂંટણીમાં પરેશ ધાનાણીના ગઢમાં પણ મોટા ગાબડા પડ્યા છે.