Last Updated on March 2, 2021 by
ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે ભાજપ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે વિજયોત્સવ ચાલી રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર. પાટીલ એક જ કારમાં આવ્યાં હતાં અને વિક્ટરીની સાઈન બતાવીને ભાજપના તમામ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
ગામડું હોય કે નગર હોય જ્યાં માનવી હશે ત્યાં સુવિધા પહોંચાડીશું : CM
કમલમ ખાતે વિજયોત્સવ ઉજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, ‘રાજ્યભરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નહીં તેવા ચૂંટણી પરિણામ જોવા મળ્યાં. ગામડું હોય કે નગર હોય જ્યાં માનવી હશે ત્યાં સુવિધા પહોંચાડશું. ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે. ગુજરાત ભાજપનું જ ગઢ હતું, છે અને રહેશે. ગુજરાતની જનતાએ ઉત્સાહથી કોંગ્રેસનો સફાયો કર્યો. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.’
2015 માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું : પાટીલ
બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ‘આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ અહીં જોવી મળ્યું છે. 2015 માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. 2015માં ભાજપ 5 જિલ્લા પંચાયતોમાં લીડ પર હતું આજે 31 પંચાયતોમાં લીડ પર છે. મે 31 સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે, ભાજપ 31 જિલ્લા પંચાયત જીતશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર. તમામ આગેવાનો, મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પુર્ણ કરશે.’
ઉલ્લેખનીય છે કે, આજની આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું.
રાજ્યમાં ભાજપનો દબદબો
નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તારો કરતા આ વખતે ગામડાઓમાં પણ સારું એવું મતદાન રહ્યું હતું.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31