GSTV
Gujarat Government Advertisement

Big News : રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો, જાણો કયા સુધી નાઇટ કરફ્યુ રહેશે યથાવત

Last Updated on March 30, 2021 by

ગુજરાતમાં ફરી કોરોના વકરતા રાજ્યના મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લાદવામાં આવેલો છે. રાજ્યના મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની તારીખનો સમય લંબાવાયો છે. તમને જણાવી દઇએ કે, મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી રખાયો હતો જે હવે આગામી તારીખ 15 એપ્રિલ સુધી રાખવામાં આવશે. નોંધનીય છે કે, રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 સુધી યથાવત રહેશે.

May be an image of road and text that says "GSTV TV FEARRUTH FEARLESS TRUTH ગુજરાતમાં રાત્રિ કરફયું લંબાવાયો, મહાનગરોમાં ૧પમી એપ્રિલ સુધી રહેશે હાલમાં રાતના ૯ વાગ્યાથી લાગુ થાય છે કરફયું, કોરોનાના કેસોમાં વધારો થતો સરકારે કરફયું લંબાવાનો નિર્ણય કર્યો, હજુ ૧૫ દિવસ સુધી છૂટછાટ મળે તેવી સંભાવના ઓછી, કેસોમાં ઘટાડો થાય બાદ સરકાર લેશે નિર્ણય, ગુજરાતમાં આવી રહ્યાં છે રોજ ૨૨૦૦ કેસ f gstv.in"

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2220 નવા કેસ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે હવે મોતનો આંકડો પણ ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે આજ રોજ મંગળવારના છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,88,565 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.

કેસ

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો

ગુજરાતમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12,116 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે તો કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 10 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ કુલ 10 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33