Last Updated on March 18, 2021 by
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સર્વત્ર ભાજપનો કેસરિયો લહેરાયા બાદ હવે 6 મહાનગરપાલિકા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખોની નિમણૂંક શરૂ કરી દેવાઇ છે. ત્યારે ભાજપે આજ રોજ ગુરૂવારના રોજ વધુ નવા 22 નગરપાલિકાના પ્રમુખોના નામો જાહેર કર્યા છે. આ પહેલાં અગાઉ પણ ગુજરાત ભાજપે પહેલાં 20 અને બાદમાં 26 એમ કુલ 46 નામો જાહેર કર્યા હતાં. ત્યારે હવે ફરી ભાજપે વધુ 22 પ્રમુખોના નામોની યાદી જાહેર કરી છે જેના નામ નીચે મુજબ છે.
જો કે અહીં સૌથી મહત્વની બાબત એ છે કે, ભાજપે અત્યાર સુધીમાં નગરપાલિકાના પ્રમુખોની જાહેર કરેલી યાદીમાં સૌથી વધુ મહિલાઓને અગ્રતાક્રમ આપ્યો છે. આ વખતે ભાજપે મહિલાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આજે જાહેર કરાયેલા નામોની યાદીમાં પણ 14 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે 8 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લા પંચાયતમાં જાહેર થયા આ નામ
અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પારૂ બહેનની નિમણૂંક કરાઈ..ઉપપ્રમુખ તરીકે મહેશ મકવાણાનું નામ જાહેર કરાયું છે. કારોબારી ચેરમેન તરીકે કસિન્દ્રા બેઠકના ચૂંટાયેલા વિનોદ પટેલની નિમણૂંક કરાઇ છે. ભુવાલડી બેઠકના જનક ઠાકોરને પક્ષના નેતા બનાવાયા છે. ધોલેરા બેઠકના દિગપાલ ચુડાસમાને દંડક બનાવવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત દંડકની નિમણૂંક કરવામાં આવી હતી..
સુરેન્દ્રનગરના પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ડોડીયા, ઉપપ્રમુખ તરીકે જાનાબેન ધાડવીની વરણી કરવામાં આવી હતી. જ્યારે કારોબારી ચેરમેન તરીકે ધવલભાઇ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ. વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી. વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન કોળી પટેલ અને ઉપપ્રમુખ કરીકે દશરથ પટેલની બહુમતીથી નિમણૂક કરાઈ. વિરમગામ તાલુકા પંચાયત સદસ્યની ચૂંટણીમાં 20માંથી સંપૂર્ણ બહુમતી સાથે 16 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા તો કોંગ્રેસને 4 બેઠકથી સંતોષ માનવો પડયો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31