GSTV
Gujarat Government Advertisement

નગરપાલિકા ચૂંટણી પરિણામમાં જાણો શું છે અત્યાર સુધીની સ્થિતિ, ક્યાં લહેરાયો ભગવો અને ક્યાં થયાં કોંગ્રેસના સૂપડાં સાફ

ભાજપ

Last Updated on March 2, 2021 by

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પરિણામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહાનગર પાલિકાની માફક કોંગ્રેસ પાછળ છે. ત્યારે ગુજરાતમાં સુરતના માર્ગેથી રાજનીતિમાં પોતાની એન્ટ્રી મારનાર આમ આદમી પાર્ટી પણ પોતાનું અસ્તિત્વ જમાવી રહી છે. જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અનેક જગ્યાએ AAPના ઉમેદવાર જીતી રહ્યા છે. ત્યારે અહીં જુઓ સમગ્ર રાજ્યમાં કઇ બેઠક પર કયા પક્ષનો દબદબો જળવાઇ રહ્યો છે….

ભાજપ

81 નગરપાલિકામાં ભાજપ 60, કોંગ્રેસ 6 અને અન્ય 1 પર આગળ

મતગણતરી મુજબ અત્યારે ભાજપ 60, કોંગ્રેસ 6 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે. બારડોલી નગરપાલિકા ભાજપે જીતી લીધી 36 પૈકી 20 બેઠક કબજે કરી લીધી છે. આણંદપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસની પેનલ તૂટી હતી અને ત્રણ બેઠક જીતી છે જ્યારે એક બેઠક ભાજપે જીતી છે. ભાજપે વગર ચૂંટણીએ જ બે નગરપાલિકાઓ પર જીત મેળવી લીધી છે. જેમાં કડીમાં 36માંથી 26 બેઠક બિનહરીફ અને ઉના નગરપાલિકાની 36માંથી 26 બેઠક બિનહરીફ મેળવી કબજો કરી લીધો છે.

  • અંકલેશ્વર વોર્ડ-3ની પેનલમાં ભાજપનો વિજય
  • ઊના નગરપાલિકામાં ભાજપને 35 અને AAPને 1 બેઠક મળી
  • ભરૂચ નગરપાલિકા વોર્ડ-3માં ભાજપની પેનલનો વિજય
  • દાહોદ નપા વોર્ડ 2 માં ભાજપની પેનલ વિજેતા
  • ડભોઈ નગરપાલિકાના વોર્ડ-2મા ભાજપની પેનલનો વિજય
  • શહેરા નગરપાલિકાના વોર્ડ-2માં ભાજપ પેનલની જીતી.
  • કડોદરા નગરપાલિકાની 20 જેટલી બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત, સાથે કેસરિયો લહેરાયો છે.
  • ઉત્તર ગુજરાતમાં ભાજપે 36માંથી 35 બેઠકો જીતી
ભાજપ

ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.

કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી નગરપાલિકામાં 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી એ જોતાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે.

અમદાવાદની ધોળકા નગરપાલિકામાં ભાજપના બળવાખોરનો થયો વિજય

ધોળકા નગર પાલિકાના વોર્ડનં ૧માં અપક્ષ ઉમેદવાર કેતન કાછીયાની જીત થઈ છે. જીત બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે, મેં ભાજપમાં ૧૫ વર્ષ કાર્યકર્તા તરીકે કામ કર્યુ છે. ટીકિટ પણ માગી હતી પણ ભાજપે જ્ઞાતિવાદ સમીકરણ આધારે ટિકિટ ન આપી. આખરે સમર્થકોના કહેવાથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી. આવનારા દિવસોમાં પ્રજાએ મુકેલા વિશ્વાસનુ કામ કરી રૂણ ચુકવીશ.

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયતની એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. પારડી તાલુકા પંચાયતના ઉમરસાડી બેઠક 2 પર અપક્ષ ઉમેદવાર અને ભાજપના બળવાખોર બચુભાઇ પટેલ વિજેતા થયા છે.

કોંગ્રેસ

તેમણે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. બચુભાઇ પટેલે ધારાસભ્ય કનુભાઇ દેસાઇ નક મૂળ વતનમાં જ ભાજપને હરાવ્યું છે. સવારે દસ વાગ્યા સુધી થયેલી મતગણતરીમાં ભાજપ 13 જિલ્લા પંચાયતમાં આગળ હતો જ્યારે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી. આ પ્રારંભિક પરિણામો છે તેથી તેમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત 81 નગરપાલિકામાંથી 32 નગરપાલિકામાં ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસે ખાતું નથી ખોલ્યું.

રવિવારે રાજ્યમાં નગરપાલિકાના યોજાયેલા મતદાનમાં સરેરાશ 59 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરાયેલાં આંકડા મુજબ આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતાં લગભગ દોઢ ગણું મતદાન નોંધાયું. બારેજામાં 76.52 ટકાનું જંગી મતદાન જ્યારે સૌથી ઓછું મતદાન ગાંધીધામ નગરપાલિકામાં 40.14 ટકા નોંધાયું હતું.

81 નગરપાલિકાઓની 2720 બેઠક માટે મતગણતરી

આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મહાપરિણામ સામે આવશે. આજ સવારે 9 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઇ હતી. જેમાં 81 નગરપાલિકાઓની 2720 બેઠક, 31 જિલ્લા પંચાયતોની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4774 બેઠકોની મતગણતરી થશે. 25 જિલ્લાની અને 117 તાલુકાની જ્યારે નગરપાલિકાઓની 95 બેઠકો બિનહરીફ થઇ છે. રાજ્યની કુલ 8474 બેઠકો પર 22,200થી વધુ ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે. આ ચૂંટણીમાં BJP, Congress, AAP, BSP અને AIMIM સહિતના પક્ષ મેદાનમાં છે. ત્યારે આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઇ રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33