GSTV
Gujarat Government Advertisement

સ્થિતિ ભયાવહ/ ગુજરાતમાં પહેલીવાર રેકોર્ડબ્રેક 2 હજારથી વધુ કેસ, દર કલાકે 91 લોકો સંક્રમિત, આ 4 જિલ્લામાં 1700થી વધુ કેસ

કેસ

Last Updated on March 27, 2021 by

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રેકોર્ડ નવા કેસ નોંધાઇ રહ્યા છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૨,૧૯૦ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના ૨ હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૨,૯૬,૩૨૦ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૭૯ છે. રાજ્યમાં હાલ ૧૦,૧૩૪ એક્ટિવ કેસ છે જ્યારે ૮૩ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ૨૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૦ હજારને પાર થયો છે.

કોરોના

એક્ટિવ કેસનો આંક ૮૬ દિવસ બાદ ૧૦ હજારને પાર

છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૭૪૫ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૬૦૯-ગ્રામ્યમાંથી ૧૩૬ કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે ૬૧,૫૯૦ જ્યારે ૩,૩૪૧ એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરમાં ૬૦૪-ગ્રામ્યમાં ૯ સાથે કુલ ૬૧૩ નવા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક અમદાવાદમાં ૬૯,૫૪૮ છે જ્યારે ૧,૯૬૪ એક્ટિવ કેસ છે. વડોદરા શહેરમાં ૧૬૫-ગ્રામ્યમાં ૨૨ સાથે ૧૮૭ જ્યારે રાજકોટ શહેરમાં ૧૩૯-ગ્રામ્યમાં ૨૫ સાથે ૧૬૪ નવા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે વડોદરામાં ૩૩,૦૧૯ જ્યારે રાજકોટમાં ૨૫,૮૭૩ છે. આમ, રાજ્યના ચાર જિલ્લામાંથી જ કોરોનાના ૧,૭૦૯ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાંથી અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૪૭ સાથે જામનગર, ૪૫ સાથે પાટણ, ૪૦ સાથે ગાંધીનગર-ભાવનગર, ૨૫ સાથે નર્મદા-મહીસાગર, ૨૦ સાથે દાહોદ-અમરેલી, ૧૯ સાથે મહેસાણા-ખેડા-મોરબી, ૧૭ સાથે સુરેન્દ્રનગર, ૧૫ સાથે સાબરકાંઠા-આણંદનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૬ના મૃત્યુ-૮૮,૦૯૯ ટેસ્ટ : પ્રતિ કલાકે સરેરાશ ૯૧ને સંક્રમણ : સુરતમાં ૭૪૫ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૪, રાજકોટ-અમદાવાદમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧ હજાર જ્યારે રાજકોટમાં ૨૦૪ છે. આમ, સુરત બીજો એવો જિલ્લો છે જ્યાં કોરોનાથી કુલ મરણાંક ૧ હજારને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૫૦૭, સુરતમાંથી ૪૫૪, વડોદરામાંથી ૧૪૭, રાજકોટમાંથી ૧૦૯ એમ રાજ્યભરમાંથી ૧,૪૨૨ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૮૧,૭૦૭ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૫.૦૭% છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૮,૦૯૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ, આજના દિવસનો પોઝિટિવિટી રેટ ૨.૪૯% હતો. ગુરુવારની સ્થિતિએ રાજ્યમાં ૭૩,૧૪૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો          ૨૬ માર્ચ       એક્ટિવ કેસ

સુરત            ૭૪૫          ૩,૩૪૧

અમદાવાદ     ૬૧૩           ૧,૯૬૪

વડોદરા        ૧૮૭           ૧,૦૫૩

રાજકોટ         ૧૬૪             ૭૮૦

જામનગર      ૪૭               ૨૪૬

પાટણ          ૪૫               ૧૪૭

ગાંધીનગર     ૪૦               ૨૩૮

ભાવનગર      ૪૦              ૨૮૩

નર્મદા          ૨૫               ૧૦૬

મહીસાગર      ૨૫               ૧૫૭

છેલ્લા ૭ દિવસમં ૧૩,૮૭૧ કેસ જ્યારે એક્ટિવ કેસમાં ૬૫%નો વધારો

તારીખ    કેસ     એક્ટિવ કેસ

૧૯     ૧,૪૧૫      ૬,૧૪૭

૨૦     ૧,૫૬૫      ૬,૭૩૭

૨૧     ૧,૫૮૦      ૭,૩૨૧

૨૨     ૧,૬૪૦      ૭,૮૪૭

૨૩     ૧,૭૩૦      ૮,૩૧૮

૨૪     ૧,૭૯૦      ૮,૮૨૩

૨૫     ૧,૯૬૧      ૯,૩૭૨

૨૬     ૨,૧૯૦     ૧૦,૧૩૪

કુલ     ૧૩,૮૭૧       —

સુરતમાં કોરોનાથી ૧ હજારના મૃત્યુ

સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧,૦૦૦-વડોદરામાં ૨૪૫-રાજકોટમાં ૨૦૪ના કોરોનાથી મૃત્યુ થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33