GSTV
Gujarat Government Advertisement

ચેતવણીરૂપ કિસ્સો / રાજકોટમાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાથી ભાઈ-બહેન દાઝ્યાં, સારવારમાં ખસેડાયા

Last Updated on March 16, 2021 by

આજના યુગમાં જ્યારે નાના બાળકોને મોબાઈલ હાથમાં આવી દેવામાં આવે છે. તેવામાં આવું કરનારા લોકોની આંખો ખોલી નાંખનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વખત ફરી મોબાઈલની બેટરી ફાટી. વાંકાનેર તાબેના વિનયગઢ ગામમાં મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાથી સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના ભાઈ-બહેન દાઝી ગયા હતા. મોબાઈલમાં રમતા સમયે આ દુર્ઘટના ઘટી હતી. બંને ભાઈ બહેનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

બેટરી ફાટવાથી વિજય ઠાકોરની આંખમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જે બાદ તેની સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે. જ્યારે તેની બહેનની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થોડા સમય પહેલા આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં મોરબીમાં બાઈક ઉપર જઈ રહેલા એક યુવાનના ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં કોઈપણ પ્રકારે ધમાકો થયો અને તેના કારણે ચાલુ બાઈકમાંથી પડ્યો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના મોરબી-વાંકાનેર હાઈ-વે પરના બંધુનગરની નજીક થઈ હતી.

વાંકાનેરમાં પણ આ પ્રકારની બીજી ઘટના થયા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કિસ્સો પણ ચોંકાવનારો છે અને માતા-પિતા માટે ચેતવણી પણ છે. બાળકોને શાંત કરાવવા માટે મોબાઈલ તેના હાથમાં ન આપો. વાસ્તવમાં બાળકો શાંત બેસે અને મસ્તી ન કરે તે માટે કેટલાક માતા-પિતા બાળકોના હાથમાં ફોન આપી દેતા હોય છે. બાળકો તેમાં ગેમ રમવા કે પછી વીડિયો જોવા લાગે છે. પરંતુ તેવામાં બાળકોના હાથમાં મોબાઈલ આપવો કેટલું જોખમભર્યુ સાબિત થઈ શકે છે તે આ ઘટનાને દર્શાવે છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33