GSTV
Gujarat Government Advertisement

ગુજરાત વિધાનસભામાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં પાંચ ધારાસભ્યો કોરોના પોઝિટિવ, મચી ગયો ફફડાટ

Last Updated on March 23, 2021 by

ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારથી રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રોજના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જ જઇ રહ્યો છે. ત્યારે હવે જાણે કે, કોરોનાને રાજકીય રંગ ચઢ્યો હોય તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઇ છે. રાજ્યમાં વિધાનસભામાં ચાલુ સત્રમાં કેટલાંક ધારાસભ્યો પણ કોરોનાની ઝપેટે ચડી ગયા છે.

gujarat vidhan sabha

ગુજરાત વિધાનસભા શરૂ થતા પહેલાં જ કેટલાંક ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં નેગેટિવ રિપોર્ટ સાથે જ ગૃહમાં તેઓને એન્ટ્રી આપવામાં આવી હતી. જો કે, તેમ છતાં ગૃહમાં કેટલાંક ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.

(CMનાં અંગત સચિવ પણ કોરોના પોઝિટિવ)

વિધાનસભાના ચાલુ સત્રમાં અનેક ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં

વિધાનસભાના ચાલુ સત્રમાં કોરોના સંક્રમિત થયેલા નેતાઓમાં મંત્રી ઇશ્વર પટેલ, દસક્રોઇના બાબુ જમનાદાસ પટેલ, કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, શૈલેષ મહેતા તેમજ મહુવાના ધારાસભ્ય મોહન ઘોડિયા તેમજ ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલ, ભરતજી ઠાકોર અને પાલીતાણા ભાજપના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પણ કોરોના પોઝિટીવ આવ્યાં હતાં.

mohan dhodiya mla
(મોહન ઘોડિયા)

ઉલ્લેખનીય છે કે, આ સિવાય મુખ્યમંત્રીના અંગત સચિવ ઉપરાંત બે મંત્રીના પર્સનલ આસિસટન્ટને પણ કોરોના થયો છે. ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલને પણ કોરોનાના લક્ષણો જણાયાં છે જેના કારણે તેઓ હોમ કવોરન્ટાઇન થયાં છે. મોહન ઘોડિયાએ ગત સપ્તાહે જ કોરોનાની રસી લીધી હતી ત્યાર પછી તેઓ વિધાનસભામાં આવ્યા જ ન હતાં. તેમ છતાં રસી લીધા બાદ પણ ભાજપના ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા હતાં. બે દિવસ પહેલાં જ પાંચ ડેપ્યુટી સેક્રેટરી કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.

બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચિવ નિરજ પાઠક પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં. આ ઉપરાંત કૃષિ મંત્રી આર.સી.ફળદુના PA મહેશ લાડને કોરોના થયો હતો. સાથે સાથે શ્રમ રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના PA ધર્મજીત યાજ્ઞિક પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.

  • ભાજપના વિજય પટેલ અને કોંગ્રેસના પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ
  • રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાશે
  • ધારાસભ્ય ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સારવાર બાદ કોરોના નેગેટિવ
કોરોના

ગુજરાતના કયા કયા નેતાઓ બની ચૂક્યા છે કોરોનાનો શિકાર

નામહોદ્દો
વિજય રૂપાણીમુખ્યમંત્રી
ઈશ્વર પટેલરાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલધારાસભ્ય
શૈલેષ મહેતાધારાસભ્ય
વિજય પટેલધારાસભ્ય
ભીખા બારૈયાધારાસભ્ય
પૂંજા વંશધારાસભ્ય
ભરતજી ઠાકોરધારાસભ્ય
નૌશાદ સોલંકીધારાસભ્ય
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
બીનાબહેન આચાર્યમેયર, રાજકોટ
દિનેશ મકવાણા(ડેપ્યુટી મેયર, અમદાવાદ
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદ સભ્ય
રમેશ ધડુકસંસદ સભ્ય
હસમુખ પટેલસંસદ સભ્ય
અભય ભારદ્વાજસંસદ સભ્ય

ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે કરી ટકોર માસ્ક પહેરો

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે શહેરમાં વિવિધ ઠેકાણે કોરોનાના ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. શહેરના ટાઉન હોલ પર સતત ત્રીજા દિવસે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.  અહીં રોજના 100 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો વિધાનસભા ગૃહમાં માસ્ક વગર જોવા મળેલા ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષને ટકોર કરવી પડી.. વિધાનસભામાં 50થી વધારે ધારાસભ્યો માસ્ક વગર બેઠા હતા. તો બીજી તરફ પત્રકારો પણ માસ્ક વગર જોવા મળતા તમામને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. તો સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી. મોદી અને ડોક્ટર કાર્તિક પરમારના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના એક-બે નહીં પરંતુ 11 પ્રકારના સ્ટ્રેન છે. દુનિયામાં અંદાજે  22 જેટલા સ્ટ્રેન હોય શકે છે.

રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી

નવેમ્બર મહિનામાં જે લક્ષણો જોવા મળ્યા હતા તેજ લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસ મ્યુટેશન થાય છે તેમાં થોડો ચેન્જ જોવા મળે છે.  રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  શારિરીક અશક્તિના કારણે તેમને વિધાનસભાથી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા…તો કોરોનાના કેસ વચ્ચે જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. જામનગર જિલ્લાના કલેક્ટરે  જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યુ હતુ કે, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. જેથી તમામ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. તેમણે લોકોને વધુમાં વધુ ટેસ્ટિંગ કરવા પણ અપીલ કરી હતી.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33