Last Updated on April 12, 2021 by
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે ત્યારે કોરોનાના અંકુશમાં લેવા ગુજરાતમાં કેટલાંય શહેરો-ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. કોરોના બેકાબૂ બનતાં વેપારી સંગઠનોએ સ્વયં વેપાર ધંધા બંધ રાખ્યા હતાં. જેના કારણે શનિ-રવિવારની રજામાં ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સ્વયંભૂ વીક એન્ડ લોકડાઉન પળાયો હતો. સ્વયંભૂ બઁધ પાળી ગુજરાતના લોકોએ કોરોનાને હરાવવાના જંગમાં સરકારી તંત્રને સાથ સહકાર આપ્યો હતો.
લોકો લોકડાઉન પાળવા સહમત
રાજ્યમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યાં છે. એટલું જ નહીં, કોરોનાનો મૃત્યુઆંક પણ ચિંતાજનક હદે વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર તો લોકડાઉન કરવાના મતમાં નથી ત્યારે હવે લોકો જ સ્વયં જ લોકડાઉન થાય તે દિશામાં સહમત થયા છે.
આ જોતાં ગુજરાતના કેટલાંય ગામડા અને શહેરોમાં વેપારી સંગઠનો,સામાજીક સંસ્થાઓ અને ગ્રામજનોએ એક મત થઇને શનિ-રવિવારે સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો હતો જેના કારણે ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા, પાલનપુર, પાટણ,મહેસાણા,મોડાસા,કડી,કલોલ,ધાનેરા,ડિસા, ભાભરમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
માત્ર જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ
માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો સિવાય બજારો સજ્જડ બઁધ રહ્યાં હતાં. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,ધરમપુર, ડેડિયાપાડા,આંકલાવ સહિત કેટલાંય શહેરોએ બંધ પાળ્યો હતો. કોરોનાને હરાવવાના જંગમાં સહભાગી બની લોકો રજાના દિવસે ઘરમાં જ પુરાઇ રહ્યા હતાં.
લોકોએ બંધ પાળી સ્વયં શિસ્ત જ નહીં, જાગૃતિના દર્શન કરાવ્યા હતાં. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ધોરાજી, જેતપુર, અમરેલી,દ્વારકા,વિછીયા સહિતના શહેરોએ બંધ પાળ્યો હતો. કચ્છમાં ભચાઉ શહેરમા ંય શહેરીજનોએ બંધ પાળ્યો હતો. બંધ દરમિયાન શહેરો-ગામડાઓમાં જાણે જનતા કરફ્યુ હોય તેવો માહોલ સર્જાયો હતો.
સવારના બે કલાક અને સાંજના બે કલાક જ બજારો ખુલ્લા રહેશે
અમુક શહેરો-ગામડાઓમાં તો એવુ નક્કી કરાયુ છે કે, સવારના બે કલાક અને સાંજના બે કલાક જ બજારો ખુલ્લા રહેશે તે દરમિયાન જ નાગરિકોએ ખરીદી કરવી. બાકીના કલાકોમાં બજારો બંધ રહેશે. અમુક ગામડાઓમાં બહારના વ્યક્તિ પર પ્રતિબંધ મૂકાયો છે. આમ, કોરોના વકરતાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાના શહેરો-ગામડાઓએ શનિ-રવિએ વીક એન્ડ લોકડાઉનનો સ્વયંભૂ અમલ કર્યો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31