GSTV
Gujarat Government Advertisement

Big News : હાઇકોર્ટની ટકોર બાદ CM રૂપાણીનો મોટો નિર્ણય, 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ

Last Updated on April 6, 2021 by

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. જ્યાર બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં કરફ્યુ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીએ રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે. 30 એપ્રિલ સુધી તમામ કાર્યક્રમો સ્થગિત રહેશે. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અપાશે. 30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ રહેશે.

જાણો CM રૂપાણીએ શું કરી મહત્વની જાહેરાત

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના 20 શહેરોમાં રાત્રિના સવારના 8થી 6 રાત્રિ કરફ્યુ

  • 30 એપ્રિલ સુધી તમામ કાર્યક્રમો સ્થગિત
  • રાજ્યમાં કોઇ પણ ઠેકાણે નહીં લાગે લોકડાઉન કે દિવસનો કરફ્યુ
  • એપ્રિલ મહીનામાં સરકારી ઓફિસો શનિ-રવિ રહેશે બંધ
  • APMCમાં SOP નો અમલ કરાવવો પડશે
  • સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે ડૉક્ટરનું પ્રિસ્કીપ્સન જરૂરી
  • રાજકીય, સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ
  • રાજ્યની તમામ 8 મનપા સહિતના 20 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 સુધી કરફ્યુ

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સીએમ રૂપાણીએ આજે સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સુરતમાં વધી રહેલા કેસની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. સીએમ રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે પરંતુ કોરોના સંક્રમણથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં વેક્સિનેશન વધારવામાં આવ્યું છે. એક વર્ષથી કોરોના સાથે સંઘર્ષ ચાલુ છે. રાજ્યમાં કોરોનાનો ચેપી રોગનો વ્યાપ વધ્યો છે. ગુજરાતમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. રાજ્યના 60 ટકા કેસ મહાનગરોમાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં હજુ પણ વધારો થશે.’

જાણો કયા 20 શહેરોમાં લગાવાયો રાત્રિ કરફ્યુ?

  • અમદાવાદ
  • સુરત
  • રાજકોટ
  • વડોદરા
  • જૂનાગઢ
  • ગાંધીનગર
  • જામનગર
  • ભાવનગર
  • આણંદ
  • નડિયાદ
  • મહેસાણા
  • મોરબી
  • પાટણ
  • ગોધરા
  • દાહોદ
  • ભુજ
  • ગાંધીધામ
  • ભરૂચ
  • સુરેન્દ્રનગર
  • અમરેલી

કોરોનાના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગની સંખ્યા વધારાશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસ 3 હજારથી વધારે નવા કેસો આવી રહ્યા છે. પરંતુ લોકોએ કોરોના સંક્રમણથી ડરવાની જરૂર નથી. હાલમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો કર્યો છે એટલે નવા કેસોમાં વધારો આવશે. પરંતુ લોકોએ સાવધાન જરૂર રહેવું પડશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે.’ આ સાથે જ CM એ લોકોને કોરોના ગાઇડલાઇનના પાલનની ટકોર કરી છે.’

સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા વધારાશે

વધુમાં CM એ જણાવ્યું કે, ‘ગુજરાતમાં કોરોના ગાઈડલાઈનનું લોકોએ સાવધાન થઈને પાલન કરવાનું રહેશે. સંજીવની રથ પણ ચાલુ કરી દીધા છે. સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને નવા વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. રસીકરણની કામગીરી પણ ઝડપી કરી દીધી છે. સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા વધારવામાં આવશે. દર્દીઓને રખડવાની જરૂર ના પડે તે માટે હોસ્પિટલમાં રસીનો ડોઝ મળતો રહેશે. સુરતમાં 800 બેડ અને 300 વેન્ટિલેટરની સુવિધાઓ ઉભી કરાશે.’

રાજ્યમાં આજ રોજ ફરી નોંધાયા કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3280 કેસ

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે, ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનને લઇને રાજ્ય સરકારને ટકોર કરી છે. ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3280 કેસ નોંધાયા છે. તો બીજી બાજુ 2167 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.24 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 17,348 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 171 લોકો વેન્ટિલેટર પર છે અને 17,177 લોકો સ્ટેબલ છે. 3,02,932 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4598 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 17 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશન 2 અને વડોદરામાં 1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33