Last Updated on February 28, 2021 by
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે સંપૂર્ણ મતદાન શાંતિ રીતે પૂર્ણ થઇ ગયું છે. મહત્વનું છે કે, રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ત્યારે ચૂંટણી અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘આ વખતે મતદાન વધારે થયું છે. ચૂંટણીમાં અમારી જીત થશે.’
રાજયમાં સૌથી વધારે નર્મદા જિલ્લા પંચાયતમાં નોંધાયું વોટિંગ
મતદાનમાં શહેરી મતદારો કરતાં ગામડાના મતદારોએ ભારે મતદાન કર્યું છે. જેમાં રાજ્યમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 62.41 ટકા વોટિંગ નોંધાયું છે. રાજયમાં સૌથી વધારે જિલ્લા પંચાયતમાં નર્મદા જિલ્લામાં 75.64 વોટિંગ નોંધાયું છે. સૌથી ઓછું રાજકોટમાં 53.19 ટકા નોંધાયું છે . તાલુકા પંચાયતમાં સરેરાશ 63.43 ટકા વોટિંગ નોંધાયું છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં 72.97 ટકા વોટિંગ થયું છે. નગરપાલિકામાં વોટિંગ સુસ્ત રહ્યું છે. તાલુકા પંચાયત માટે 55.04 ટકા વોટિંગ નોંધાયું છે.
જો કે, કેટલાંક મતદાન મથકો પર પોલીસની હાજરીમાં જ ધિંગાણા ખેલાયાના દ્રશ્યો પણ સર્જાયા હતાં. જેમાં ક્યાંય મારામારી તો ક્યાંક તોડફોડ તો કયાંક EVM માં ખામી સર્જાતા અધિકારીઓ અને મતદારો વચ્ચે હોબાળો જોવા મળ્યો હતો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31