Last Updated on March 3, 2021 by
ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાના કારણે 67 દિવસનું લોકડાઉન હોવા છતાં રાજ્યના અમુક જિલ્લામાં 2019 કરતા 2020માં વધુ દારૂનો રાજ્યમાં જથ્થો ઝડપાયો છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સરકારે વિધાનસભામાં દારૂના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.
વિધાનસભામાં રજુ થયા દારૂબંધીના ચોકનાવનારા આંકડા
સરકારના આ આંકડાથી રાજ્યમાં દારૂબંધીના કાયદાની પોલ ખુલી છે.રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. તો 3.65 કરોડ રૂપિયાનો દેશી દારૂ ઝડપોયો છે. રાજ્યમાં 13.18 કરોડનો બિયરનો જથ્થો ઝડપાયો છે. તો બીજી તરફ 68.60 કરોડની કિંમતનો અફીણ ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતમાં વધી રહી છે ગુનાખોરી
દેશના અન્ય રાજ્યોની સરખામણીએ શાંત અને પ્રગતિશીલ મનાતા ગુજરાતમાં હવે ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટનાઓ બની રહી છે. દરરોજ હત્યાની 3 તેમજ ચોરીની 30 જેટલી ઘટનાઓ બની રહી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં હત્યાના પ્રયાસની 18 હજાર 523 ઘટનાઓ નોંધાઇ છે.
વધી રહી છે બળાત્કાર-અપહરણ-આપઘાતની ઘટનાઓ
મહિલાઓની સલામતીની વાતો વચ્ચે ગુજરાતમાં દરરોજ 4 કરતા વધુ બળાત્કારની ઘટનાઓ બની રહી છે. બીજી તરફ અપહરણની પણ દરરોજ 7 જેટલી ઘટના બને છે. છેલ્લા 2 વર્ષમાં બળાત્કારની 3 હજાર 95 અને અપહરણની 4 હજાર 829 ઘટનાઓ બની. આત્મહત્યા મુદ્દે પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં દરરોજ 20 જેટલી આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે. જ્યારે કે દરરોજ 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31