Last Updated on March 27, 2021 by
ગુજરાતમાં આજ રોજ ફરી કોરોનાના નવા 2276 કેસો સામે આવ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્યમાં અમદાવાદ, સુરત અને હવે વડોદરાની સ્થિતિ ચિંતાજનક પરિસ્થિતિમાં મૂકાઇ ગઇ છે. ત્યારે તાજેતરમાં જ હોળી-ધૂળેટીના તહેવારને લઇ મોટા-મોટા મહાનગરોમાં રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. જેમાં પોલિસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ કયા-કયા જાહેર સ્થળો બંધ રહેશે તે અંગેની યાદી બહાર પાડી છે.
તારીખ 28 માર્ચ 2021થી લઇને તારીખ 29 માર્ચ 2021 ના રોજ હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી અંગે રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19ની જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર નીચેના જાહેર સ્થળો બંધ રહેશે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4484 એ પહોંચ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ ગુજરાતમાં વધુ નવા 2276 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 5 લોકોના મોત નિપજતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4484 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,44, 256 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1534 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.86 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44,29,556 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,29,707 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 50,58,626 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 10,871 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 157 દર્દીઓ છે જ્યારે 10714 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,83,241 છે તો કુલ મૃત્યુઆંક 4484 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 5 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 2, ભરૂચમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 એમ કુલ 5 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31