GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર: ગુજરાતમાં લાગશે 3થી 4 દિવસનું લોકડાઉન, હાઇકોર્ટે રૂપાણી સરકારને આપ્યા આ આદેશ

guj HC

Last Updated on April 6, 2021 by

રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.

લોકડાઉન
  • સરકાર નિષ્ફળ, હાઈકોર્ટે સરકારને આપ્યા આદેશ
  • ગુજરાતમાં લાગશે લૉકડાઉન, હાઇકોર્ટે સરકારને આપ્યા આ નિર્દેશ
  • રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો
  • વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટનો સરકારને આદેશ
  • રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ
  • રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું
  • રાજ્યભરમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનના સંકેત આપતો નિર્દેશ

જણાવી દઇએ છે કે, હાલ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવાયેલો છે. જે રાત્રિના 9થી સવારે 6 વાગ્યા સુધી લાગુ છે. તો એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં મહાનગરોમાં વિકેન્ડ કર્ફ્યુને લઇને રાજ્ય સરકાર વિચાર કરી શકે છે.

ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાવી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાએ પ્રથમવાર ૩ હજારની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૩,૧૬૦ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૭, અમદાવાદમાંથી ૬, ભાવનગર-વડોદરામાંથી ૧-૧ એમ ૧૫ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ૯ ઓક્ટોબર એટલે કે ૧૭૮ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૬ હજારને પાર થયો છે. હાલમાં ૧૬,૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૭ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૨૧,૫૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૮૧ છે. આ પૈકી એપ્રિલના પાંચ દિવસમાં જ ૧૩,૯૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૬૬ના મૃત્યુ થયા છે.

લોકડાઉન

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસની સ્થિતિ

તારીખ         એક્ટિવ કેસ  રીક્વરી રેટ
   
૨૭ માર્ચ      10,87694.86%
૨૮ માર્ચ      11,52894.68%
૨૯ માર્ચ       12,04194.54%
૩૦ માર્ચ      12,26394.51%
૩૧ માર્ચ       12,61094.43%
૧ એપ્રિલ       12,99694.35%
૨ એપ્રિલ      13,55994.21%
૩ એપ્રિલ       14,29894.03%
૪ એપ્રિલ         15,13593.81%
૫ એપ્રિલ       16,25293.52%


ગુજરાતમાં રવિવારની સરખામણીએ સોમવારે કોરોનાના કેસમાં ૨૮૫નો વધારો નોંધાયો છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે ૧૩૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૬૦૩-ગ્રામ્યમાંથી ૧૮૫ સાથે સૌથી વધુ ૭૮૮ જ્યારે અમદાવાદ શહેરમાં ૭૭૩-ગ્રામ્યમાં ૧૪ સાથે ૭૮૭ નવા કેસ સામે આવ્યા છે.

અત્યારસુધી અમદાવાદમાંથી સૌથી વધુ ૨,૩૭૬-સુરતમાંથી ૧,૦૪૨-વડોદરામાંથી ૨૫૩, રાજકોટમાંથી ૨૧૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર ૩.૧% છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૭૮, અમદાવાદમાંથી ૪૬૮, વડોદરામાંથી ૨૧૦, રાજકોટમાંથી ૧૮૨ એમ રાજ્યભરમાંથી ૨,૦૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩,૦૦,૭૬૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૩.૫૨% છે. રાજ્યમાંથી પોરબંદરમાં સૌથી વધુ ૯૮.૮૦%, જૂનાગઢમાં ૯૭.૩૦%, બનાસકાંઠામાં ૯૭%, ગીર સોમનાથમાં ૯૬.૯૦%નો રીક્વરી રેટ છે. ૮૧.૯% સાથે ડાંગ સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33