GSTV
Gujarat Government Advertisement

હાઇકોર્ટે પણ સ્વીકાર્યુ: વેક્સિનની નથી રહી કોઇ ખાસ અસર, 2 ડોઝ લીધા પછી પણ સંક્રમિત થાય છે લોકો

વેક્સિન

Last Updated on April 12, 2021 by

હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન વેક્સિન મુદ્દે પણ મહત્વની ટિપ્પણી કરી. હાઇકોર્ટે વેક્સિન ખાસ અસર ન કરી રહી હોવાનું અવલોકન કર્યું. હાઇકોર્ટે કહ્યું કે વેક્સિનના 2 ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય છે. રસી લીધા બાદ બેદરકારી દાખવતા લોકોને ટકોર કરતા કોર્ટે કહ્યું કે રસી લઇ લીધી એટલે તમે સલામત છો તેવું માની લેવાની બિલકુલ જરૂર નથી. રસી લીધા બાદ પણ સાવચેતી રાખવી જરૂરી છે તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.

કોરોના
  • 02 ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય જ છે- હાઇકોર્ટ
  • વેક્સિનેશન ખાસ અસર નથી કરી રહી -હાઈકૉર્ટનું અવલોકન
  • વેક્સિનેશન લીધી એટલે તમે સલામત છો તેનું સર્ટિફિકેટ નથી આપી રહ્યું- હાઇકોર્ટ
  • 02 ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય જ છે- હાઇકોર્ટ

હાઇકોર્ટે રૂપાણી સરકારને લીધી આડેહાથ

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મહત્વની ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, કોરોનાની સ્થિતિને હળવાશથી લેવાની જરૂર નથી. ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું કે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સરકાર દ્વારા કહેવામાં આવે છે તેના કરતાં સ્થિતિ વધુ ગંભીર છે. વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય છે. રસીની વધુ અસર નથી. આ સાથે જ હાઇકોર્ટે ટેસ્ટિંગની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.

શિક્ષકો

હાઇકોર્ટમાં સરકારે કરેલી રજૂઆત બાદ કોર્ટે ફરી એક વખત સરકારનો ઉધડો લીધો. હાઇકોર્ટે સરકારને કડક શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું કે સરકાર જે રજૂઆત કરે છે તેનાથી બિલકુલ વિપરિત સ્થિતિ હાલમાં રાજ્યમાં સર્જાઇ છે. પરિસ્થિતિને હળવાશથી લેવાની બિલકુલ જરૂર નથી. હાઇકોર્ટે વેધક ટિપ્પણી સવાલ પૂછતા કહ્યું કે લોકોને ટેસ્ટિંગના રિપોર્ટ 3-3 દિવસે કેમ મળે છે. વીઆઇપી લોકોને તરત ટેસ્ટનું રિઝલ્ટ મળે છે પરંતુ સામાન્ય લોકોને કેમ તાત્કાલિક મળતા નથી. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાં પણ કેમ આ પરિસ્થિતિ છે. હાઇકોર્ટે જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ સતત વધતો જાય છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબોરેટરી પણ નથી. હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે આપણે કોઇ રાજ્ય સાથે સરખામણી કરવાની જરૂર નથી. આપણે ગુજરાતમાં છીએ તો ફક્ત ગુજરાતની વાત કરો. સરકાર ટેસ્ટિંગની પ્રક્રિયા જેમ બને તેમ ખૂબ ઝડપી બનાવે.

કોરોના

ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે દરરોજ કથળી રહેલી પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુઓમોટો દાખલ કર્યો હતો. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બી.ડી. કારિયાની ખંડપીઠે આ અંગે વધુ સુનાવણી હાથ ધરી હતી.

મહત્વનું છે કે કોર્ટે નોંધ્યું હતું કે ગત કેટલાંક દિવસોના સમાચાર અહેવાલો પરથી લાગી રહ્યું છે કે ગુજરાત સ્વાસ્થ્ય કટોકટી એટલે કે હેલ્થ ઇમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે કોરોનાની નવી લહેર અંગે ગત અઠવાડિયે કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો અને સરકારે વિવિધ પગલાંઓ અંગે રજૂઆત કરી હતી. જો કે ગત કેટલાંક દિવસોના સમાચાર અહેવાલો પરથી લાગી રહ્યું છે કે રાજ્ય હવે હેલ્થ ઇમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે.

જેથી આ સમાચારો હવે નજરઅંદાજ કરી શકાય તેમ નથી અને કોર્ટે હવે હસ્તક્ષેપ કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. માધ્યમો અત્યારે ભયાનક બનાવોથી ભરચક છે. દુર્ભાગ્યપૂર્ણ અને અકલ્પનીય બનાવો બની રહ્યા છે. ઇન્ફ્રસ્ટ્રક્ચરની દુર્ગમ પરિસ્થિતિમાં અત્યારે આઇ.સી.યુ., બેડ અને ટેસ્ટિંગની અછત તો છે જ પરંતુ ઓક્સિજન સપ્લાય અને રેમડિસિવિર જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ વર્તાઇ રહ્યો છે.

This image has an empty alt attribute; its file name is Corona-12-1024x768.jpg

જેથી કોરોનાની નિરંકુશ નવી લહેર અને વ્યવસ્થાપનના ગંભીર મુદ્દાઓને ટાંકી સુઓમોટોની સુનાવણી કરવામાં આવે તે જરૂરી હતું. કોરોના વ્યવસ્થાપન સાથે જોડાયેલા ટોચના અધિકારીઓને પણ હાઇકોર્ટે સૂચન કર્યુ હતું કે તેઓ સુનાવણીનું પ્રસારણ જોવે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ ઊંચે જઇ રહ્યો છે અને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. કોરોનાએ વધુ એક સપાટી વટાવતાં છેલ્લા 24 કલાકમાં 5,469 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે 3,47,945 થયો છે. એક્ટિવ કેસનો આંક 27,568 છે, જ્યારે 203 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 20, સુરતમાં 18 સાથે રાજ્યભરમાં કોરોનાથી રેકોર્ડ 54ના મૃત્યુ થયા છે. કોરોનાથી એક જ દિવસમાં 50થી વધુ મૃત્યુ થયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. આમ, રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 4,800 છે. એપ્રિલના 11 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 39,797 કેસ નોંધાયા છે અને 281ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ 4 નવા કેસ નોંધાઇ રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33