Last Updated on April 12, 2021 by
ગુજરાતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસો વચ્ચે ગુજરાત હાઇકોર્ટે કોરોનાની પરિસ્થિતિ અંગે સુઓમોટો દાખલ કર્યો હતો. તેના પર આજરોજ હાઈકોર્ટના ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચે સુનાવણી હાથ ધરાઇ હતી. સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી. દલીલ દરમિયાન કમલ ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે હવે રાજ્યમાં લોકડાઉન શક્ય નથી.
સરકાર વતી દલીલ કરતા એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું છે કે છેલ્લી વખત જે લોકડાઉંન લગાવ્યું હતું તે કેન્દ્ર સરકારનો આદેશ હતો. પરંતુ હવે તે શક્ય નથી કારણકે રોજબરોજ કામ કરનાર લોકોને નુકશાન પડે તેમ છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતાના કોર કમિટી ની મિટિંગ રોજ મળી રહી છે. આ ઉપરાંત કમલ ત્રિવેદીએ કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને પણ વર્ણવી હતી.
કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છે કે ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦,000 વાયલ મેળવે છે. હવે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે, ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારી દેવામાં આવી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ.
રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. રેમડેસિવિર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી તો પણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર, હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે. 141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ તરીકે જાહેર કરાઈ છે. રાજયમા ઉપલબ્ધ ઓક્સિઝનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતુ દેશનું એક માત્ર રાજય ગુજરાત છે. આ જથ્થો આરોગ્ય હેતુ માટે હોસ્પિટલોને ફાળવાય છે.
ગઈકાલ સુધીમાં 1262 પથારીઓ ઉપલબ્ધ હતી અને નવી 956 વધારી રહ્યા છીએ એટલું જ નહીં કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ. રાજ્યમાં કુલ 71,021 પથારીઓ ઉપલબ્ધ છે. સાથે જ 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31