GSTV
Gujarat Government Advertisement

શેકાશે ગુજરાત, ઘરે રહેશે ગુજરાત / હિટવેવમાં હમણાં નહીં મળે રાહત, રાજ્યના આ વિસ્તારોમાં 39 ડિગ્રી થઇ શકે છે પારો

Last Updated on April 3, 2021 by

છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યમાં હિટવેવ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ગુજરાતીઓને અને તેમાં પણ અમદાવાદીઓ અને રાજકોટ વાસીઓને એટલે કે મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો વધુ ઊંચકાઈ શકે છે. તાપમાન વધુ 8 થી 10 ડિગ્રી વધે તેવી આશંકા છે.

રાજ્યભરમાં વધતા ગરમીના જોર વચ્ચે હવામાન વિભાગે બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદ સહિત ૮ શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થયો છે. અને આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 40થી 41 ડિગ્રીની વચ્ચે ગરમી રહે તેની સંભાવના છે.

અમદાવાદમાં છેલ્લા 7 વર્ષથી એપ્રિલમાં કમસેકમ એકવાર મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર થયું છે. આ વખતે એપ્રિલના બીજા સપ્તાહ બાદ વધુ કાળઝાળ ગરમી પડે તેવી સંભાવના છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33