Last Updated on April 1, 2021 by
ગુજરાતમાં આવતા રાજ્ય બહારના તમામ લોકો માટે આજથી આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તેવા લોકોને જ ગુજરાતમાં આજથી પ્રવેશ અપાશે. અન્ય રાજયો સાથેની તમામ સડક સરહદો.. રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર આજથી આ નિયમ લાગુ થયો છે. રાજય બહારથી આવતા લોકોનો ૭ર કલાક પહેલા સુધીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે.
આજથી આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવાયો
૭ર કલાક પહેલા સુધીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે
કોરોનાની વધુ એક લહેરમાં જે રીતે કેસોનો રાફડો ફાટ્યો છે તેને લઇને આ નિર્ણય લેવાયો છે. મહત્વનુ છે કે આ પહેલા મહારાષ્ટ્રથી આવતા તમામ લોકો માટે આરટીપીસીઆર નેગેટિવ હોવાનો નિર્ણય લઇ ચૂકાયો છે. જો કે હવે રાજય બહારથી આવતા તમામ લોકો માટે આરટીપીસીઆર નેગેટિવ અમલી બનાવાયો છે.
મહારાષ્ટ્ર રાજ્યની પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર
મહારાષ્ટ્ર રાજ્યની પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર છે.બીજી તરફ સંપૂર્ણ દેશના 50 ટકાથી વધુ દૈનિક કેસો આ રાજ્યમાંથી નોંધાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાહેર આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા પેસેન્જરો માટે કોરોનાનો RT- PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આ ઉપરાંત આ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવે, તે બાબતે (SOP) પણ બહાર પાડી હતી. બીજી તરફ આરોગ્ય તંત્રે હવાઈ માર્ગે, રેલ માર્ગે તેમજ બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશ માટેની પણ ગાઈડલાઈન જાહેર કરી છે.
ગુજરાતમાં પ્રવેશ માટેની પણ ગાઈડલાઈન જાહેર કરી
બીજી તરફ રાજસ્થાનથી રાજ્યમાં પ્રવેશનાર તમામ લોકોની તપાસ કરવામાં આવશે. રાજ્યની અમીરગઢ, થરાદ અને ધાનેરાની રાજસ્થાનની જોડતી ચેકપોસ્ટ પર બનાસકાંઠાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા થર્મલ સ્ક્રીનીંગની સાથે સાથ એન્ટીજન ટેસ્ટ પણ ફરજીયાત હાથ ધરવામાં આવી છે, ત્યારે મધ્યપ્રદેશના પ્રવાસીઓ દાહોદ જિલ્લામાંથી રાજ્યમાં દાખલ થાય છે,ત્યાં પણ સરહદ પર ચેકપોસ્ટ ઉભી કરીને તમામનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31