Last Updated on April 1, 2021 by
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે હેલ્થ કોન્શિયસ લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. સરકારે જીમ હવે ચાલુ કરવા માટેની પરવાનગી આપી દીધી છે. જીમ સંચાલકો પણ સરકારના આ નિર્ણયથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. જો કે જીમમાં તમામ પ્રકારના નિયમનું પાલન કરવું પડશે. જેમાં તમામ જીમના સાધનો છે, એક્સરસાઇઝ કરવાના સાધનો છે તેને સોશિયલ ડિસ્ટન્સ સાથે મૂકવામાં આવશે. જેનાથી તમામ નિયમનું પાલન થાય.
રેગ્યુલર જીમમાં જતા લોકોનું કહેવું છે કે, ‘કોરોનામાં હેલ્થ સારી રાખવા માટે જીમ તો જરૂરી છે. સરકારે જે નિર્ણય લીધો છે તે ખૂબ જ સારો નિર્ણય છે. જીમ સંચાલકોનું કહેવું છે કે તેમણે એક કલાકની બેચ રાખેલી છે, એક કલાક ગેપ સાથે તેનાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને જે લોકોને શ્વાસની બીમારી છે. અને કેટલાંક બીપી દર્દીઓ પણ જીમમાં આવતા હોય છે જેમના માટે ફેસ શીલ્ડ પહેરવું ફરજીયાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. ત્યારે અમદાવાદ સહિતના મહાનગરોમાં BRTS ની સેવા સહિત ખાનગી તેમજ સરકારી જીમ, પોસ્ટ, ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ અચોક્કસ મુદત સુધી બંધ કરાયા હતાં. જો કે, એક વાર ફરી રાજ્ય સરકારે જીમ કોરોના કાળમાં સ્વાસ્થ્ય ના જોખમાય એ માટે જીમ ચાલુ કરવાનો આદેશ આપ્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31