GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ ગુજરાતમાં 70 કિલોમીટર લાંબુ મીઠા પાણીનું સરોવર બનાવશે રૂપાણી સરકાર, 5,322 કરોડની કરી ફાળવણી

Last Updated on March 3, 2021 by

ગુજરાતમાં નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર રૂ. ૫,૩૨૨ કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરાઈ છે. આગામી ચાર વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ બેરેજમાં પ૯૯ મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે જેના કારણે નર્મદા નદીમાં ૭૦ કિલોમીટર લંબાઈમાં ખારાશ અટકશે. આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે. વધુમાં, ભાડભૂત બેરેજ ઉપર ૬ માર્ગીય બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં ૩૭ કિલોમીટરનો ઘટાડો થશે. બેરેજની આ કામગીરી માટે રૂ.૧,૪૫૩ કરોડની જોગવાઇ કરાઈ છે.

સૂક્ષ્મ સિંચાઈના અમલમાં ગુજરાતમાં દેશમાં પ્રથમ

સૂક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા માટે મે-૨૦૦૫થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ.

narmada river

નર્મદા યોજના માટે 7,370 કરોડની કરાઈ જોગવાઈ

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી શાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયું છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭,૩૭૦ કરોડની જોગવાઈ.

4500 હેક્ટર આદિવાસી વિસ્તારને આવરી લેવાશે

કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપ લાઇનનું વિસ્તૃતિકરણ કરી દાહોદ જિલ્લાના સંજેલી, સીંગવડ, ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાઓના સિંચાઇથી વંચિત રહેલા વધુ ૪,૫૦૦ હેક્ટર આદિવાસી વિસ્તારને આવરી લેવા માટે અંદાજીત રૂ.૨૨૬ કરોડની ઉદ્વવહન સિંચાઈ યોજનાનું આયોજન કરેલ છે. જેના માટે રૂ. ૧૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે. કરજણ જળાશય આધારિત દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકો, સુરત જિલ્લાનો માંગરોળ અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકા વિસ્તારમાં ૭,૫૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવા રૂ. ૪૧૮ કરોડની પાઇપલાઇન યોજના પૂર્ણ કરવા માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ કરાઈ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33