Last Updated on March 9, 2021 by
રાજ્યના ખેડૂતો પાસેથી ૧૬મી માર્ચથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૧-૨૨ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી આગામી તા.૧૬મી માર્ચથી તા.૩૧મી જુલાઇ-૨૦૨૧ દરમિયાન કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૨૩૫ જેટલા ગોડાઉન કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. સરકારે આ વર્ષે 1.50 લાખ ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક મૂક્યો છે. ઘઉંની નવી આવક બજારમાં શરૂ થઈ ગઈ છે. સરકાર ઘઉંની ખરીદી શરૂ કરશે તો ખુલ્લા બજારમાં પણ ભાવની અસર પડશે.
ક્યારે કરી શકાશે અરજી?
ભારત સરકાર દ્વારા ઘઉં માટે લઘુત્તમ ટેકાનો ભાવ રૂા.૧૯૭૫/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યો છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્છા ધરાવતાં ખેડુતોની ઓનલાઇન નોંધણી સંબંધિત નિગમના ગોડાઉન કેન્દ્ર ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ V.C.E.મારફતે તા.૮મી માર્ચથી તા. ૩૧મી માર્ચ-૨૦૨૧ સુધી ચાલુ રહેશે. નવા ઘઉંની આવક હાલ માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આ વખતે પુષ્કળ ઉત્પાદન થવાની આશા છે. ઘઉનું વાવેતર આ વખતે 2998 હેક્ટરમાં થયેલું છે. જ્યારે સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે ત્યારે માર્કેટ યાર્ડ પર અસર થશે અને ખેડૂતોને ફાયદો થશે તેવી શક્યતાઓ છે.
ટેકાના ભાવે ખરીદી માટેનો સમય :
તારીખ 16/02/2021 થી તારીખ 31/05/2021 સુધી નક્કી કરેલ ખરીદી કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે.
ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ?
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- 7/12 8 – અ
- મોબાઇલ નંબર
અરજી ક્યાં કરી શકશો ?
ગ્રામ પંચાયત કચેરી એ જઈ તમે અરજી કરી શકો છે. અથવા તો માર્કેટિંગ યાર્ડમાં જઈ અરજી કરી શકો છો.
શું હશે ટેકાના ભાવ?
મોસમમાં ખાસ કોઈ બદલાવ ન આવે તો આ વરસે બમ્પર ક્રોપ આવવાની સંભાવના રેહેલી છે. આ સંજોગોમાં સરકારના વલણ અંગે ખેડૂતોને જાણકારી હોવી જરૂરી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ પ્રમાણે ઘઉંના રૂા. 19.75ના કિલોદીઠ અને 100 કિલોએ એટલે કે એક ક્વિન્ટલદીઠ રૂા. 1975ના ભાવ નક્કી કરવામાં આવેલા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31