GSTV
Gujarat Government Advertisement

રાજ્ય સરકારને લીધે એસ.ટી નિગમ ખોટમાં! લાખો રૂપિયાનું ભાડું નહીં ચૂકવાયું હોવાનો ભાજપનો સ્વીકાર

Last Updated on March 29, 2021 by

ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોતરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદાએ લેખિત પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ’31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ એટલે કે, છેલ્લાં 2 વર્ષ દરમ્યાન સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલી એસ.ટી બસોના ભાડાની રકમ કેટલી બાકી છે અને અત્યાર સુધીમાં કેટલી રકમ ચૂકવી છે.’

વર્ષ 2019ની ભાડાં પેટે 7,04,629 થી વધુની રકમ ચૂકવવાની રાજ્ય સરકારે બાકી

એસ.ટી નિગમ આમ પણ ડચકા ખાય છે. એસ.ટી નિગમ વર્ષ દહાડે લાખો રૂપિયાની ખોટ કરે છે. તેમાં અધૂરામાં પૂરી સરકારી કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતી એસ.ટી બસોનો ઉપયોગ એસ.ટી નિગમની ખોટમાં વધારો કરે છે. વર્ષ 2019માં રાજ્ય સરકારની ભાડાં પેટે ચૂકવવાની થતી રકમ 19,69,629 પૈકી 12,65,000ની રકમ જ ચૂકવાઈ છે. જ્યારે હજુ પણ 7,04,629થી વધુની રકમ ચૂકવાઈ નથી.

વર્ષ 2020ની ભાડાં પેટે 9 કરોડ 63 લાખ 22 હજારથી વધુની રકમ ચૂકવવાની બાકી

તો બીજી બાજુ વર્ષ 2020 દરમિયાન સરકારી કાર્યક્રમો અંતર્ગત એસ.ટી નિગમની બસો દોડાવવામાં આવી હતી. જે અંતર્ગત 11 કરોડ 77 લાખથી વધુની રકમ ભાડા પેટે ચૂકવવાની થાય છે. વર્ષ 2020માં જ સરકારે 2 કરોડ 14 લાખની રકમ ચૂકવી છે અને હજુ પણ આ રકમ પૈકી 9 કરોડ 63 લાખ 22 હજારથી વધુ રકમ નહીં ચૂકવાઈ હોવાનો સ્વીકાર આર.સી.ફળદુએ કર્યો છે.

R C faldu

એસ.ટી.નિગમ ઉપર આર્થિક બોજો

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે નિગમની બસો દોડાવવામાં આવે છે. ત્યારે સરકારે પોતાના જ નિગમને છેલ્લાં બે વર્ષના 9 કરોડ 70 લાખથી વધુ ભાડુ હજુ સુધી ચૂક્યું નથી જેના કારણે એસ.ટી.નિગમ ઉપર આર્થિક બોજો આવી ગયો છે. રાજ્યની ભાજપ સરકારે સરકારી અલગ-અલગ કાર્યક્રમો માટે એસ.ટી બસોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પરંતુ નિગમને ચૂકવવા પાત્ર થતું ભાડું હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી.

ભાજપ દ્વારા સરકારી તાયફાઓ માટે દોડાવેલી એસ.ટી બસોનું માતબર રકમનું ભાડું હજુ બાકી

છેલ્લાં બે વર્ષ એટલે કે વર્ષ 2019 અને વર્ષ 2020 દરમ્યાન રાજ્ય સરકારે ભાડે લીધેલી એસ.ટી.નિગમની બસોના ભાડા પેટે 9 કરોડ 70 લાખ રૂપિયા હજુ ચૂકવ્યાં નથી. એટલું જ નહીં બાકી ચૂકવણી પત્ર વ્યવહાર કરી વસૂલવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં મુસાફરોના આવગામન માટે સતત દોડતી નિગમની એસ.ટી. બસો સારી અને સુંદર સેવાઓ આપે છે. તો બીજી તરફ નિગમ ખોટ કરતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે ખુદ ભાજપ સરકાર દ્વારા સરકારી તાયફાઓ માટે દોડાવેલી એસ.ટી બસોનું માતબર રકમનું ભાડું હજુ સુધી નહીં ચૂકવીને ખુદ સરકાર જ નિગમને ખોટમાં ધકેલતી હોવાનું મનાય રહ્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33