GSTV
Gujarat Government Advertisement

નીતિનભાઇ, આગળ નહી વધો તો તમે હવે રાજ્યપાલ જ નક્કી જ છો : સરકાર સચિવાલયમાંથી નહીં કમલમમાં ચાલે છે

Last Updated on March 11, 2021 by

વિધાનસભા બજેટ સત્રમાં પ્રશ્નોતરી-માંગણીઓમાં સત્તાપક્ષના ધારાસભ્યો સરકારની વાહવાહી કરવાનુ ચૂકતાં નથી જયારે વિપક્ષના ધારાસભ્ય સરકારની ટીકા કરવાની તક છોડતા નથી.પણ ટૂંકમાં બજેટ સત્રમાં ફ્રેન્ડલી મેચ રમાતી હોય તેવુ ચિત્ર સ્પષ્ટ થઇ  રહ્યુ છે. ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતમાં ભાજપના શાસનમાં જાહેર દેવુ વધ્યુ છે તે મુદ્દે સરકારને ઘેરી એવો ટોણો માર્યો હતોકે, ઈવીએમ કે વેકસીન તો કમલમમાં નથી બન્યાં પણ આ જાહેર દેવુ કમલમમાંથી જ વધ્યુ છે.

સરકારને ઘેરી એવો ટોણો માર્યો હતોકે, ઈવીએમ કે વેકસીન તો કમલમમાં નથી બન્યાં પણ આ જાહેર દેવુ કમલમમાંથી જ વધ્યુ

આ સાંભળીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બેઠા બેઠાં હળવી ટકોર કરી કે, શૈલેષભાઇ, સરકાર સચિવાલયમાં ચાલે છે.ત્યારે શૈલેષ પરમારે રોકડુ પરખાવ્યું કે, સરકાર સચિવાલયમાં નહીં, કમલમમાં ચાલે છે. ત્યાં વળી કોંગ્રેસના જ ધારાસભ્યે ટકોર કરીકે, સરકાર તો કયારની ય કમલમમાં જતી રહી…

આદિવાસી ડોક્ટરો જ આદિવાસી વિસ્તારમાં નોકરી કરવા તૈયાર નથી

આદિવાસી વિસ્તારમાં ડોક્ટરોની અછતને  લઇને વિપક્ષે સવાલ ઉઠાવ્યાં ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અધવચ્ચે જ ઉભા થઇને બોલ્યાં કે,મને મોંઢામાં આંગળા નાંખીને બોલાવશો નહીં,આદિવાસી ડોક્ટરો જ આદિવાસી વિસ્તારમાં નોકરી કરવા તૈયાર નથી. હવે તો બધા ડોક્ટરોને અમદાવાદ,સુરત,વડોદરા જેવા શહેરોમાં નોકરી કરવી છે. આમ,કહેતાં જ કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોની બોલતી બંધ થઇ ગઇ હતી.

જમીન

સુખરામ ભાઇ,શુભેચ્છામાં સમજ્યાં કે નહીં….

કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા બજેટની માંગણીઓ વિશે બોલી રહ્યા હતાં ત્યારે સત્તાપક્ષના એક ધારાસભ્યએ સુખરામભાઇ,શુભેચ્છા એવી હળવી કોમેન્ટ કરી હતી . તે જ વખતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉભા થઇને ચોખવટ કરીને,સુખરામભાઇ,શુભેચ્છામાં સમજ્યાં કે નહીં. ત્યારે વિધાનસભા વિપક્ષના નેતાની રેસમાં રહેલાં સુખરામ રાઠવાએ હળવેકથી જવાબ આપ્યોકે, તમે ચિંતા ન કરો, અમારાં પૈકી કોઇને ય વિધાનસભા વિપક્ષના નેતા બનશે તે અમને સ્વિકાર્ય છે.

BJP CONGRESS

કોંગ્રેસ વિના ગુજરાત ખાલીખમ

બજેટની માંગણીઓ પરની ચર્ચા ચાલી રહી હતી ત્યારે વિપક્ષના ધારાસભ્યોએ વિવિધ મુદ્દાઓને આવરીને સરકારની આકરી ટીકા કરી હતી તે વખતે ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના ચૂંટણી સૂત્ર ભાજપ અડિખમ એ વાતને ટાંકીને આક્ષેપ કર્યા ત્યારે જ ફરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે બોલ્યાં, કોંગ્રેસ વિના ગુજરાત ખાલીખમ, આ બોલતાં જ સત્તાધારી પક્ષના સભ્યો હસી પડયા હતાં. 

તેલિયારાજા અડીખમ,જમીનમાફિયા- પક્ષપલટુ અડીખમ

વિધાનસભા બજેટ સત્રના દસમા દિવસે ભાજપનૂં ચૂંટણી સૂત્ર ભાજપ અડિખમ ગુજ્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ચૂંટણી સૂત્ર ટાંકી કહ્યુંકે, અધ્યક્ષ શ્રી,ભાજપના રાજમાં તેલિયા રાજા અડિખમ,જમીનમાફિયા અડિખમ,શિક્ષણ માફિયા અડિખમ છે.એટલુ જ નહીં, પક્ષપલટુઓ પણ અડિખમ રહ્યાં છે. 

cm rupani

નીતિનભાઇ, આગળ વધો, નહીતર રાજ્યપાલ નક્કી જ છો

ગૃહમાં માંગણીઓ પરની ચર્ચા ચાલી રહી હતી તે વખતે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વારંવાર વિપક્ષના ધારાસભ્યો તરફ જોઇને હળવી કોમેન્ટ કરતાં રહ્યાં હતા તે વખતે જ વિપક્ષી ધારાસભ્યે એ હળવી કોમેન્ટ કરી કે,નીતિનભાઇ,થોડાક આગળ વધો, ત્યાં જ પ્રેક્ષક ગેલેરીમાંથી પાટીદાર ધારાસભ્યએ સુણાવ્યું કે, નીતિનભાઇ, આગળ નહી વધો તો તમે હવે રાજ્યપાલ જ નક્કી જ છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33