Last Updated on February 27, 2021 by
ગુજરાત રાજ્યમાં ખાતર ભાવ વધારા અહેવાલને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ સ્પષ્ટતા કરી છે.કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે,રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવનાર છે એ સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનુ બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનુ બંધ કરે
ફળદુએ જણાવ્યું કે ૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી ખાતરનો વેચાણ ભાવ રૂ. ૧૨૦૦/બેગ થી વધી રૂ. ૧૫૦૦/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. ૧૧૭૫/બેગ થી વધી રૂ. ૧૪૦૦/બેગ થનાર હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવીકે જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી., ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી ૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ?
કંપનીઓ પાસેથી આગામી ૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ?
મંત્રીએ આ મામલે જાણકારી મેળવીને ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યુ કે,તા: ૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરીત થયેલ ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી તથા એનપીકે ખાતરઓમા ભાવ વધારા બાબતેના સમાચાર રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમયે ખેડૂતોને ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31