GSTV
Gujarat Government Advertisement

પાકવીમો : ગુજરાતી ખેડૂતો પાસેથી વીમા કંપનીઓ ઠામી ગઈ કરોડો રૂપિયા અને આપ્યું બુઝારું, સરકારે જાતે જ કર્યો આ ખુલાસો

Last Updated on March 5, 2021 by

ખેડૂતોના હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકારના રાજમાં ખાનગી વિમા કંપનીઓને જાણે લીલાલહેર થઇ ગઈ છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં ખાનગી વિમા કંપનીઓને કેન્દ્ર-રાજ્ય સરકારે રૂ.3500 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી હતી તેમ છતાંય વિમા કંપનીઓએ ખેડૂતોને માત્રને માત્ર રૂ.148 કરોડ જ વળતર પેટે ચૂકવ્યા હતાં. હજુય રાજ્યના અનેક ખેડૂતો પાક વિમા સહાયથી વંચિત રહ્યાં છે.

FARMERS

વિધાનસભામાં વિમા કંપનીઓ પ્રત્યે ભાજપ સરકાર કેટલી મહેરબાન છે તે વાતની પોલ ઉઘાડી પડી

ખેડૂતોના નામે રાજનીતિ કરનાર ભાજપને ખેડૂતોની સમસ્યા હલ કરવામાં જ રસ નથી તે પુરવાર થયું છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ યોજનાનો લાભ લેવા 2 લાખ ખેડૂતોએ અરજી કરી હતી. રાજ્યના ખેડૂતોએ રૂ.500 કરોડ પ્રિમિયમ વિમા કંપનીઓને ચૂકવ્યું હતું. વિધાનસભામાં વિમા કંપનીઓ પ્રત્યે ભાજપ સરકાર કેટલી મહેરબાન છે તે વાતની પોલ ઉઘાડી પડી હતી.

વર્ષ 2019-20માં ખરીફ સિઝન અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જેના કારણે ગુજરાત સરકારે રૂ.3,795 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. અતિવૃષ્ટિમાં ખેડૂતોનો પાક બરબાદ થયો હતો.

insurance policy

ખાનગી વિમા કંપનીઓએ ત્રણ સિઝનમાં કુલ મળીને રૂ.150 કરોડ પણ ખેડૂતોને નથી ચૂકવ્યા

આમ છતાંય ખાનગી વિમા કંપનીઓએ ત્રણ સિઝનમાં કુલ મળીને રૂ.150 કરોડે ય ખેડૂતોને ચૂકવ્યા નથી. વિમા કંપનીઓ ખેડૂતોને પાસે પ્રિમિયમ વસૂલે છે પણ પુરતું વળતર ચૂકવતી નથી. વિમા કંપનીઓની આવી નફફટાઇ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે.

ખુદ ભાજપ સરકારના મંત્રીઓ આ વાતને કબૂલી ચૂક્યા છે કે, વિમા કંપનીઓ ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે. નવાઇની વાત તો છે કે, કેન્દ્ર સરકારે વિમા કંપનીઓને છેલ્લા બે વર્ષમાં રૂ.1500 કરોડ ચૂકવ્યા છે અને રાજ્ય સરકારે પણ રૂ.1500 કરોડ ખાનગી વિમા કંપનીઓને આપ્યા છે. ટૂંકમાં ખાનગી વિમા કંપનીઓને બખ્ખાં થયાં છે ને ખેડૂતો પાક સહાય માટે ફાંફા મારી રહ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33