Last Updated on April 10, 2021 by
કોરોના સામેના ‘મહાયુદ્ધ’માં વિજય મેળવવા માટે વેક્સિનેશન એકમાત્ર ‘અમોઘ શસ્ત્ર’ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આગામી ૧૧થી ૧૪ એપ્રિલ દરમિયાન દેશભરમાં ‘રસી ઉત્સવ’ ઉજવવાનો અનુરોધ કર્યો છે. ગુજરાતમાં કુલ ૮૪ લાખથી વધુ રસીકરણના ડોઝ અપાઇ ચૂક્યા છે અને જેની સામે બાકી રહેલી વેક્સિનનો ડોઝ માત્ર ૨૦.૫૩ લાખ છે. આમ, સ્થિતિ પ્રમાણે જોવામાં આવે તો ગુજરાત પાસે હાલમાં સરેરાશ માત્ર ૬ દિવસ ચાલી શકે તેટલા જ વેક્સિનેશનના ડોઝ ઉપલબ્ધ છે. જોકે, આગામી સપ્તાહ સુધીમાં વેક્સિનનો વધુ ડોઝ મળી રહેશે તેવો તંત્રે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વેક્સિનના સૌથી વધુ ડોઝ બાકી હોય તેવા રાજ્યોમાં ગુજરાત મોખરે
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને કુલ ૧.૦૫ કરોડની વેક્સિનના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. જેની સામે ગુરુવાર સુધી ગુજરાતમાં કુલ ૮૪.૬૫ લાખ વેક્સિનન ડોઝનો ઉપયોગ થયો છે. આમ, આ સ્થિતિએ ગુજરાતમાં હવે ૨૦.૫૩ લાખ વેક્સિનનો ડોઝ ઉપલબ્ધ છે. ૧થી ૮ એપ્રિલ દરમિયાન ૨૮.૨૧ લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ ૩.૫૦ લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આમ, ગુજરાતમાં આ સ્થિતિ બરકરાર રહી તો ૬ દિવસ ચાલી શકે તેટલો જ વેક્સિનેશનનો ડોઝ ઉપલબ્ધ છે. ંપરંતુ ગુજરાતને આગામી બુધવાર સુધીમાં વધુ વેક્સિન મળી જશે અને જેના કારણે રસીની અછતની કોઇ જ સમસ્યા નહીં સર્જાય તેવો ગુજરાતના આરોગ્ય વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાલ જે રાજ્યો પાસે સૌથી વધુ વેક્સિનેશન ડોઝ ઉપલબ્ધ છે તેમાં ગુજરાત મોખરે છે. જેમાં તામિલનાડુ ૧૬.૭૦ લાખ સાથે બીજા, કર્ણાટક ૧૬.૫૬ લાખ સાથે ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં અત્યારસુધી કુલ ૮૪ લાખથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હવે ૨૦.૫૩ લાખ ડોઝ ઉપલબ્ધ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વેક્સિનેશન કરવામાં પણ કાપ મૂકાયો છે. ૩ એપ્રિલે સૌથી વધુ ૫.૮૮ લાખ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ છેલ્લા પાંચ દિવસથી વેક્સિનેશનનું આ પ્રમાણ સતત ઘટાડવામાં આવ્યું છે. એપ્રિલના પ્રથમ ચાર દિવસમાં ૧૭.૬૧ લાખને જ્યારે પછીના ચાર દિવસમાં ૧૧ લાખ વેક્સિનના જોઢ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને ૨૭ માર્ચે કોવિશિલ્ડ રસીના ૧૮ લાખ ડોઝનો જથ્થો મળ્યો હતો. આ જથ્થા સહિત અત્યારસુધી રાજ્યને કોવિશિલ્ડ રસીના ૫૭,૦૬,૯૭૦ અને કોવેક્સિન રસીના ૯,૮૨,૦૦૦ ડોઝનો જથ્થો મળ્યો હતો. ગુજરાતમાં ૧૦,૦૩,૦૫૦ કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો સિરમ ઇન્સ્ટિટયુટ પૂના દ્વારા ગુજરાતને ઉપલબ્ધ થયો છે.
અત્યારસુધી સૌથી વધુ રસીકરણમાં મહારાષ્ટ્ર ૯૩.૪૦ લાખ સાથે મોખરે, રાજસ્થાન ૮૮.૧૦ લાખ સાથે બીજા, ગુજરાત ૮૪.૮૦ લાખ સાથે ત્રીજા, ઉત્તર પ્રદેશ ૮૧.૫૦ લાખ સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ ૭૩.૧૦ લાખ સાથે પાંચમાં સ્થાને છે.
ગુજરાતમાં છેલ્લા ૮ દિવસમાં કરાયેલું વેક્સિનેશન
તારીખ વેક્સિનેશન
૧ એપ્રિલ ૪,૫૪,૬૩૮
૨ એપ્રિલ ૪,૪૦,૩૪૬
૩ એપ્રિલ ૫,૮૮,૫૬૮
૪ એપ્રિલ ૨,૭૭,૮૮૮
૫ એપ્રિલ ૩,૦૦,૨૮૦
૬ એપ્રિલ ૩,૧૨,૬૮૮
૭ એપ્રિલ ૧,૭૫,૬૬૦
૮ એપ્રિલ ૨,૭૧,૫૫૦
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31