Last Updated on February 25, 2021 by
કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લગાવ્યા બાદ મળેલી છૂટછાટમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. 25મી ફેબ્રુઆરીએ ફરી 400થી વધુ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ફરી ચિંતાજનક દરે વધી છે. ગુજરાતમાં 33 દિવસ બાદ ફરી 400થી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગુરુવારે 424 નવા કોરોના કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,68,571 લાખે પહોંચી છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,991 થઇ
આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,408 થયો છે. ગુજરાતમાં આજે 7 જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમાં બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 1,991 થઇ છે એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 35 દર્દીઓ વેન્ટિલેટર પર તો બીજી બાજુ સારવાર બાદ 301 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના મુક્ત થનાર દર્દીઓનો આંકડો 2.62 લાખને વટાવી ગયો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.62 ટકા થયો છે.
24 કલાકમાં 16 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યાં
દેશમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દોઢ માસ બાદ 24 કલાકમાં 16 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. તો 24 કલાકમાં 138 જેટલા લોકોના મોત દેશમાં થયા. 24 કલાકમાં 16 હજાર 738 નવા કેસ નોંધાયા. આ સાથે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 10 લાખ 46 હજાર 914 થયા છે. દેશમાં કોરોનાથી 56 હજાર 705 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. અહી 24 કલાકમાં 8 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા. જે બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા વધી 21 લાખ 21 હજાર થઈ છે. મહારાષ્ટ્ર સહિત પંજાબ અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે ઉદ્ધવ સરકારની ચિંતામાં વધારો થયો છે.
મહારાષ્ટ્રમાં વધી રહ્યાં છે કેસો
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઈ છે. વાશિમ જિલ્લાના દેવાંગમાં આવેલી એક હોસ્ટેલમાં 190 વિદ્યાર્થી સહિત ચાર શિક્ષકને કોરોનાનો ચેપ લાગ્યો છે. દેવાંગમાં આવેલી આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં રહે છે. આ તમામ વિદ્યાર્થીઓ અમરાવતી જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી આવતા હતા. વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ફરીવાર કોરોનાના કેસ વધતા સરકારની ચિંતામાં વધારો થયો છે. અહી એક દિવસમાં 8 હજાર 807 નવા કેસ સામે આવ્યા છે. જે ઓક્ટોબર માસ બાદ સૌથી વધારે છે. તો વળી કોરોનાથી 24 કલાકમાં 80 જેટલા દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રના વિદર્ભ સહિત મુંબઈમાં ફરીવાર કોરોનાના કેસ વધ્યા છે. જેથી સરકાર હવે ફરીવાર કડક નિયંત્રણ લાદી રહી છે.
અમદાવાદમાં વધ્યા કન્ટેન્મેન્ટ ઝોન
અમદાવાદમાં મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરી વાર કોરોનાએ ફુંફાડો માર્યો છે. શહેરમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધ્યા. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં અમદાવાદમાં 152 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. શહેરના પૂર્વ અને પોશ વિસ્તારમાં કોરોનાએ ફરીવાર માથું ઉચક્યુ છે. શહેરના બોડકદેવના શુભમ સ્કાય, ગોતા સાયન્સ સીટીના વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31