GSTV
Gujarat Government Advertisement

Big News/ આગામી T 20 મેચ વિના પ્રેક્ષકોએ જ રમાડાશે, તમામને ટીકિટનું રિફન્ડ પણ અપાશે

Last Updated on March 15, 2021 by

કોરોના સંક્રમણને ધ્યાને રાખી તેમજ અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધ બાદ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આગામી 16, 18 અને 20 તારીખે રમાનારી મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં આપવામાં આવે. આવતી કાલે રમાનારી ટી-20 મેચ પ્રેક્ષકો વગર જ રમાડવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામને ટીકિટનું રિફન્ડ પણ અપાશે

આ સાથે ગુજરાત કિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ‘જે લોકોએ ત્રણેય ટી-20ની ટીકિટ ખરીદી છે તે તમામને ટીકિટનું રિફન્ડ પણ અપાશે.’

આ સાથે જ ધનરાજ નથવાણીએ એવી અપીલ પણ કરી છે કે, ‘કોમ્પ્લીમેન્ટ્રી ટીકિટ ધરાવતા ક્રિકેટ ફેન્સ પણ અંતિમ ત્રણ ટી-20 જોવા માટે મેદાન પર ન આવે. નવા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બંને ટેસ્ટ મેચમાં 50 ટકા દર્શકોને પ્રવેશ આપવામા આવ્યો હતો. જે બાદ ટી-20 સીરિઝમાં સ્ટેડિયમ 100 ટકા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો પરંતુ પાછળથી આ નિર્ણય મોકૂફ રખાયો. જો કે, પ્રથમ બે ટી-20 મુકાબલામાં સ્ટેડિયમ બહાર જે ભીજ જામી તેને જોતા ચર્ચાઓ શરૂ થઈ કે એક તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે તો શું આટલી ભીડથી ફરી કોરોના નહીં વકરે? આખરે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 પહેલાં જ ગુજરાત ક્રિકેટ એસોસિએશને BCCI સાથે ચર્ચા વિચારણા બાદ સીરિઝની બાકીની ત્રણેય ટી-20 પ્રેક્ષકો વગર રમાડવાનો નિર્ણય કર્યો.’

રાત્રીના 10 વાગ્યા બાદ શહેરના કેટલાંક બજારો પણ બંધ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સિવાય કોરોનાના લોકડાઉન બાદ માંડ માંડ ધંધા શરૂ થયા હતા ત્યાં જ રાત્રીની ખાણીપીણી બજારમાં પ્રતિબંધ લગાવાની શરૂઆત કરી દેવાઇ છે. જેમાં અમદાવાદમાં કોરોનાના વકરતા કેસોને લઇને 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણીપીણીની દુકાનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. જેમાં જોધપુર વોર્ડ-જેમાં સાઉથ બોપલ વિસ્તાર સાથે, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરના બજાર પણ રાત્રે 10 વાગ્યા પછી બંધ કરી દેવાશે.

છેલ્લાં 24 કલાકમાં વધુ 890 કોરોના પોઝિટિવ કેસ

એવામાં આજ રોજ સોમવારના કેસોની વાત કરીએ તો આજે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 890 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે તો 594 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 955 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે તેમજ રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 96.72 ટકા થયો છે.

આજ દિન સુધીમાં કોરોનાના કારણે 4425 દર્દીઓના મોત

છેલ્લાં 24 કલાકમાં સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. જેના કારણે કુલ 4425 દર્દીઓના આજ દિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4717 પર પહોંચી ગઇ છે તો 56 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 209, સુરતમાં 262, વડોદરામાં 93 અને રાજકોટમાં 95 નવા કેસ નોંધાયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33